ભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની હોટલમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું

જામનગરમાં પંચવટી સર્કલ પાસે આવેલી હોટલ ગોલ્ડન ક્રાઉનમાં કુટણખાનું ચાલતું હતુ. જે મામલે પોલીસે ત્યા ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હોટલ શહેરના ભાજપ ઉપ પ્રમુખની છે. હોટેલના રૂમ નબંર 203માંથી ડમી ગ્રાહક બહારના રાજ્યની એક યુવતી સાથે મળી આવ્યો હતો.ડમી ગ્રાહકને હોટેલના રીસેપ્સન પાસે બેસાડીને દિનેશ નામના શખ્સે તમામ સુવિધાઓ પૂરી પાડી હતી. તેવી હકીકત સામે આવી છે. અને રાકેશ નામનો શખ્સ આ હોટલ ચલાવતો હતો તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પોલીસે જે હોટેલમાંથી દરોડા પાડીને ત્યાથી કુટણખાનું ઝડપી પાડ્યું તે હોટેલભાજપના ઉપપ્રમુખ આશિષ કંટારીયાની છે.