*DPSના સીઈઓ મંજુલા શ્રોફની પોલીસે ત્રણ કલાક કરી સખ્તાઈ પૂર્વક પૂછપરછ*

ચર્ચાસ્પદ નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસે ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા શ્રોફનું ત્રણ કલાક સુધી પુછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું. ડીપીએસ સ્કૂલના પ્રાંગણમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા બાબતે તેમણે પોલીસને કહ્યું હતું કે તે સમયે તે અમેરિકામાં હતી. મંજુલા શ્રોફ નિત્યાનંદના ંસંપર્કમાં હતી કે કેમ તે સંદર્ભે પોલીસ હવે મોબાઈલના સીડીઆરને આધારે તપાસ ચલાવી રહી છે