વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોએ 363 રૂપિયા ડાંગરના ટેકાનો ભાવ આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રાજ્ય સરકારના પુરવઠા મંત્રીને મળી આ અંગે રજૂઆત કરશે.