નર્મદા જિલ્લામાં અગાઉના અન્ય પાંચ વ્યક્તિઓ મળી કુલ સાત વ્યક્તિઓ ને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા
આયુર્વેદિક કોલેજની બોયઝ –ગર્લ્સ હોસ્ટેલ ખાતે ફેસીલીટીબેઝ ક્વોરોન્ટાઇનની ઉભી કરાયેલી સુવિધાના નિરીક્ષણ સાથે જરૂરી સમીક્ષા કલેક્ટરે કરી.
રાજપીપળા,તા. 21
નર્મદા જિલ્લામાં વિદેશ દુબઇ અને જર્મનીથી આવેલ બે પ્રવાસીઓને આયુર્વેદિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇનમાં રાખવામાં આવેલ છે, જ્યારે જિલ્લાના અન્ય 5 વ્યક્તિઓને પણ હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવતા રાજપીપળા ખાતે કુલ સાત વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ અંગે જિલ્લા આરોગ્યતંત્ર જણાવ્યા અનુસાર રાજપીપલાની આયુર્વેદિક કોલેજનાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ ખાતે 150 જેટલી વ્યક્તિઓ માટે ફેસીલીટીબેઝ ક્વોરોન્ટાઇનની સુવિધા ઉભી કરાઇ છે.જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ આયુર્વેદિક કોલેજની મુલાકાત લઇ ત્યાં ઉભી કરાયેલી ઉક્ત સુવિધાનું નિરીક્ષણ કરી જાણકારી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીડૉ. કે પી. પટેલ અને ડૉ. દિનેશ બારોટ પણ કોઠારી સાથે આ મુલાકાતમાં જોડાયા હતા.
નોવેલ કોરોના વાયરસ (સીઓવીઆઈડી-19)થી ફેલાતા રોગને વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે નર્મદા જિલ્લા કલેકટરમનોજ કોઠારીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ સામે જિલ્લા પ્રશાસન અને આરોગ્યતંત્ર પૂરતી સાવચેતી અને તકેદારી રાખી રહી છે.તેની સાથોસાથ અટકાયતી પગલાં સ્વરૂપે રક્ષણાત્મક ઉપાયો અંગે લોકોમાં વિશેષ જાગૃત્તિ કેળવવામાં આવી રહી છે. રાજપીપલાની સરકારી કચેરીઓ માં સેનિટાઇઝેશનની કામગીરી સતત થઇ રહી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા