80 વર્ષ ઉપરની વયના માજી ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા.

જામનગરના ધુંવાવ ખાતે 80 વર્ષની વય ઉપરના માજી મતદાન કરવા પહોંચ્યા. તો એક સમાજની મહિલાઓ યુવતીઓએ પારંપરિક પહેરવેશ સાથે મતદાન કર્યું.*

તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જામનગર ના ધુંવાવ ખાતે 80 વર્ષ ઉપરની વયના માજી ચાલી ન શકતા હોવા છતાં મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા મતદાન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ એક સમાજની મહિલાઓ- યુવતીઓ તેમના પારંપરિક પહેરવેશમાં એક સાથે મતદાન સ્થળે પહોંચી અને મતદાન કર્યું. જેમાં અમુક યુવતીઓ પણ શામેલ છે જેમણે પ્રથમ વાર પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો. યુવા મતદારોમાં પ્રથમ વખત મતદાન કર્યાનો આનંદ જોવા મળતો હતો.