આજે (28મીએ) મતદારો બનશે રાજા અને ઉમેદવારો રંક
રાજપીપલા શહેર અને જિલ્લા૨માં કુલ- ૬૩૪ મતદાન મથકો ખાતે ઝોનલ અધિકારીઓ, કર્મચારીઓ સહિતનો કુલ- ૪૫૩૦ જેટલો પોલીંગ સ્ટાફને ઇવીએમ મશીન સહિત
ચૂંટણી સાહિત્ય નું વિતરણ કરાયુ.
રાજપીપળા ડિગ્રી કોલેજ પર ફરજ ઉપર તૈનાત ચૂંટણી કર્મચારીઓનો મેળો જામ્યો
જિલ્લાના ૬૩૪ મતદાન મથકોએ કુલ-૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ
અને ૧૪૧૬ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે
નર્મદા જિલ્લા૩માં કુલ-૧૪૦ બેઠકો માટે કુલ- ૪,૪૪,૩૨૬ મતદારો કુલ-૫૦૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
નગરપાલિકાની ચૂંટણીમાં કુલ- ૨૯,૪૧૪ મતદારો તેમજ જિલ્લાજ પંચાયત અને પાંચેય તાલુકા
પંચાયતની ચૂંટણીમાં કુલ-૪,૧૪,૯૧૨ મતદારો મતદાન કરશે
જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ચૂંટણી ઉજવણીમાં નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઇ અને મહત્તમ મતદાન કરવા જિલ્લાી ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લાભ કલેક્ટર ડી.એ.શાહનો અનુરોધ
રાજપીપલા, 27
નર્મદા જિલ્લામા ૨૮ મીના રોજ યોજાનારી જિલ્લા પંચાયત, નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીઓ માટેલોકશાહી નું મહાપર્વ ઊજવાશે. જેમા આજે મતદારો બનશે રાજા અને ઉમેદવારો રંક બનશે.
આજે રાજપીપળા છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ પર નર્મદાના જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠક માટે પ્રિસાઇડિંગ અને પોલીંગસ્ટાફ ને ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યનું વિતરણ કરતા કર્મચારીઓનો મેળો જામ્યો હતો. આજે તાલીમ પામેલા
પ્રિસાઇડિંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, પોલીંગ અને પટાવાળા સહિત ના સ્ટાફને ચૂંટણી સાહિત્ય સાથે જે તે મતદાનમથકોએ રવાના કરાયા હતા.
રાજપીપલા નગરપાલિકા, નર્મદા જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ-૬૩૪ જેટલાં મતદાન મથકોએ યોજાનારા મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૯૨-ઝોનલ ઓફિસર, ૬૩૪-પ્રિસાઇડીંગ ઓફીસર, ૩૧૭૦-પોલીંગ ઓફિસર અને ૬૩૪-પટ્ટાવાળા સહિત કુલ-૪૫૩૦ જેટલાં પોલીંગ સ્ટાફનેચૂંટણી સાહિત્ય નું વિતરણ કરી જે તે મતદાન મથકોએ રવાના થયા હતા હતા.
જિલ્લાના કુલ-૬૩૪ મતદાન મથકોએ મતદાન માટે કુલ-૧૩૭૨ કન્ટ્રોલ યુનિટ અને ૧૪૧૬-બેલેટ યુનિટ ઉપયોગમાં લેવાશે.
28મીએ રવિવારે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય અને તે દ્વારા મુક્ત, ન્યાયી તથા તટસ્થ પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લાન કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ મતદાનના દિવસે ઝોનલ અધિકારીઓ સહિત પોલીંગ સ્ટાફની વ્યવસ્થા ઉપરાંત શહેર અને જિલ્લાના મતદાન મથકો સહિત જિલ્લાળના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ કરાયાં હોવાનુ જણાવ્યુ હતું. લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં જિલ્લાાના તમામ મતદારોને નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવા જિલ્લાા ચૂંટણી અધિકારી અને જિલ્લાર કલેક્ટર ડી.એ.શાહ તરફથી ખાસ અનુરોધ કરાયો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ-૧૪૦ બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી સ્પર્ધામાં જિલ્લાથના કુલ- ૪,૪૪,૩૨૬ મતદારો તેમના મતાધિકારના ઉપયોગથી ૫૦૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં નગરપાલિકા માટે- ૨૯,૪૧૪ મતદારો અને જિલ્લાત પંચાયત તથા પાંચેય તાલુકા પંચાયત માટે- ૪,૧૪,૯૧૨ મતદારોનો સમાવેશ થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજપીપલા નગરપાલિકાની કુલ-૨૮ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૮, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૧૨, આમ આદમી પાર્ટીના-૦૨, બીટીપીના-૦૧ અને અપક્ષ-૭૨ ઉમેદવારો સહિત કુલ-૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતની કુલ-૨૨ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૨૨, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૨૨, આમ આદમી પાર્ટીના-૧૪, બીટીપીના-૧૮ અને અપક્ષ-૩ ઉમેદવારો સહિત કુલ–૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. તેવી જ રીતે જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતોની કુલ-૯૦ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના-૯૦, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના-૯૦, આમ આદમી પાર્ટીના-૪૨, બીટીપીના-૬૫ અને અપક્ષ-૨૦ ઉમેદવારો સહિત કુલ-૩૦૭ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી સ્પર્ધા થશે. આમ, રાજપીપલા નગરપાલિકા, નર્મદા જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતની કુલ-૧૪૦ બેઠકો માટે કુલ-૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે.
…………………………
તેવી જ રીતે જિલ્લાના મતદાન સ્થળો સહિત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાં માટે જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે સુરક્ષાનો પૂરતો પ્રબંધ કરાયો છે જેમાં ૮૨૯ જેટલાં પોલીસ જવાનો , ૧૭-હથિયારધારી જવાનો, હોમગાર્ડ અને ગૃહ રક્ષક દળના-૧૦૦૪ જવાનો ઉપરાંત SRPF ના ૨૦ હાફ સેક્શનના જવાનો ફરજ ઉપર તૈનાત કરાયાં છે.
………………………..
તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા