*50 હજાર દૂધ ઉત્પાદકો માટે માઠા સમાચાર, ડેરીએ પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો ઘટાડો*

રાજકોટ ડેરીમાં દૂધ આપતા પશુ પાલકો માટે માઠા સમાચાર છે. ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે. પ્રતિ કિલો ફેટે 640 રૂપિયા આપવામાં આવતા હતા. જેથી હવેથી 620 રૂપિયાનો ભાવ મંડળીઓને મળશે. પશુપાલકોને તો પ્રતિ કિલો ફેટે 615 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજકોટ ડેરીએ ભાવ ઘટાડો કરતા 50 હજાર દૂધ ઉત્પાદકોને અસર થશે