રાજસ્થાન ખાનગી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતમાં 9ના મોત

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભીષણ રોડ અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે. જ્યારે કે 15 લોકો ઘાયલ થયા છે. ભીલવાડાના બોગોડ વિસ્તારમાં એક ખાનગી બસે બોલેરોને ઓવરટેક કરવા જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો સવાર લોકો લગ્નમાંથી પાછા આવી રહ્યા હતા અને રસ્તામાં બસ બોલેરોને ઓવરટેક કરવા જતા બોલેરોને પાછળથી ટક્કર મારી હતી.