ડેડિયાપાડા તાલુકાનું શહદા(ડોકટી)ગામમા જ્યાં આઝાદીથી આજદિન સુધી લાઈટ,રસ્તો કે અન્ય કોઈસરકારી સુવિધાઓ ઉપલબ્ધ નથી.

ડેડિયાપાડા તાલુકાનું
શહદા(ડોકટી)ગામમા
જ્યાં આઝાદીથી આજદિન સુધી લાઈટ,રસ્તો કે અન્ય કોઈસરકારી સુવિધાઓ ઉપલબ્ધ નથી.

ત્યાં જરૂરિયાતમંદ ૭૦ પરિવારોને ઘર-વખરીનો સમાન આપી
પોતાના જન્મદિવસની ટાઈગર ગ્રુપે ઉજવણી કરી

રાજપીપળા, તા 25
જન્મદિવસની ઉજવણીતો કળયુગમાં લોકો માત્ર
મનોરંજન માટે જ કરતા હોય છે પરંતુ ટાયગર ગ્રુપ
દ્વારા લગભગ છેલ્લા 2 વર્ષથી યુવાનોને એક સૂત્રમાં બાંધવાનો પ્રયાસ કરતા રહે છે. જેમાં યુવાનો
જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય તે હેતુથી ટાયગર ગ્રુપના યુવાનોના આદર્શ
પંકજભાઈ માછી પોતાના જન્મદિવસ નિમિત્તે ડેડિયાપાડા તાલુકાનું
શહદા(ડોકટી)ગામ જે કરજણ ડેમની પાછળ
પાણીમાં ડૂબાણમાં આવેલ એક ગામ છે જ્યાં આઝાદીથી આજદિન સુધી લાઈટ,રસ્તો કે અન્ય કોઈસરકારી સુવિધાઓ ઉપલબ્ધ થયેલ નથી. તેવી જગ્યા એ
જરૂરિયાતમંદ ૭૦ પરિવારોને ઘર-વખરીનો સમાન આપી
પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

સહદા (ડોકટી) એક
નર્મદા જિલ્લાનું
એવું ગામ છે. જ્યાં આવવા જવા માટે કોઈ માર્ગ નથી. માત્ર નાવડી નો એક માર્ગ છે.ત્યાં નથી કોઈ સ્કુલ ની સુવિધા કેત્યાં ના લોકો પાસે રોજગાર પણ નથી માત્ર માછલી મારીને જીવન ગુજારેછે
આવા અંતરિયાળ વિસ્તારનો વિકાસ હજી બાકી છે.

તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા