કપિલ દેવ બાદ ઈશાંત શર્મા 100મી ટેસ્ટ મેચ રમનાર બીજા ભારતીય ફાસ્ટ બોલર

ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્મા પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમનાર બીજા ભારતીય ફાસ્ટ બોલર બન્યાં છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. કપિલ દેવ સૌથી વધુ ટેસ્ટ મેચ રમનાર ભારતીય ફાસ્ટ બોલર છે કે જેમણે 131 ટેસ્ટ મેચમાં ભાગ લીધો છે. મહત્વનું છે કે, આ સિદ્ધી બદલ મેચ પૂર્વે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી દ્વારા ઈશાંત શર્માને મુમેન્ટો આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.