ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

*ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે*

*રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત*
…….

*ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું*

*રાષ્ટ્રપતિશ્રી રામનાથ ગોવિંદ અને તેઓના ધર્મપત્ની શ્રીમતિ સવિતા કોવિંદનુંસ્વાગત-સત્કાર રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહીને કર્યા હતા.*
…..