16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન

ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (રા.સ્વ.સંઘ)ની અનામત વિરોધી નીતિને ખુલ્લી પાડવા 16મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રવ્યાપી રેલી અને આંદોલન યોજશે. સોમવારે મિડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના મહામંત્રી કે સી વેણુ ગોપાલે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આ આંદોલન વિશે માહિતી આપી હતી.