સ્કૂલ ફ્રેન્ડ હોવાથી મનોજ સાથે મહિલાની ફ્રેન્ડશીપ પાછી વધી ગઈ અને મુલાકાતો પણ વધી ગઈ. એક સમયે મનોજે મહિલાને પોતાની પત્નીથી કંટાળી ગયો હોવાની વાત કહી હતી. અને પોતે તેને સ્કૂલ ટાઈમથી લવ કરતો હોવાનું કહી લગ્ન કરવા માટે કહ્યું હતું. અને કહ્યું હતું કે, હું પણ મારી પત્નીને છૂટાછેડા આપી દઈશ. 24 જુલાઈ 2019ના રોજ દિલ્હીમાં મહિલાએ મનોજ સાથે લગ્ન કરી લીધા હતા. ત્યાં તેનું રજિસ્ટ્રેશન પણ કરી લીધું હતું. અને ત્યારબાદ તેઓ સુરત રહેવા આવી ગયા હતા.
એક મહિનો સુરતમાં રહ્યા બાદ મનોજે મહિલાને કહ્યું કે, દિલ્હીમાં પત્નીએ કેસ કરેલ હોવાથી તેને દિલ્હી જવું પડશે. પણ આમ કહી મનોજ દિલ્હી ગયો તે ગયો પછી પરત જ ન ફર્યો. જે બાદ મહિલાએ મનોજને ફોન કરીને પુછ્યું તો જે જવાબ મળ્યો તેનાથી મહિલાના પગ નીચેની જમીન સરકી ગઈ. મનોજે કહ્યું કે, હવે તે સુરત આવવાનો નથી. તેની પત્નીને સબક શિખવાડવા માટે લગ્ન કર્યા હતા.
સ્કૂલના જ મિત્રએ આટલો મોટો વિશ્વાસઘાત કરતાં જ મહિલા ન ઘરની કે ન ઘાટની રહી હતી. પણ આ મહિલાએ પણ પોતાના ધોકો આપનાર દુશ્મન એવાં મિત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધી લીધી હતી. ત્યારે વર્ષો જૂના એક મિત્રને કારણે મહિલાનો પરિવારનો માળો વેરવિખેર તો થઈ ગયો, પણ સોનેરી સપનાં દેખાડી દિલ્હીનો કબૂતર છૂ પણ થઈ ગયો. હવે મહિલાનો આ કિસ્સો અનેક લોકો માટે આંખ ઉઘાડનારો સાબિત થશે.