સ્ટીવ જોબ્સની હસ્ત લિખિત જોબ એપ્લિકેશનની થશે હરાજી

સ્ટીવ જોબ્સની હસ્ત લિખિત જોબ એપ્લિકેશનની થશે હરાજી

1973માં એપલના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ દ્વારા લખાયેલી જોબ એપ્લિકેશનની હરાજી કરવામાં આવશે આ કદાચ તેમની પ્રથમ જોબ એપ્લિકેશન હશે કારણ કે, તેમાં કંપનીનું નામ નથી લખ્યું અને આ જ વર્ષે તેઓ કોલેજમાંથી નીકળ્યા હતા. આ પૂર્વે આ અરજીની હરાજી આયોજિત કરાઈ ત્યારે કિંમત આશરે 1.27 કરોડ નક્કી થઈ હતી. આ મહિનામાં ફરીવાર હરાજી યોજાશે. આ અરજી સારી રીતે સચવાયેલી છે. જો કે, તે દેખાવે જૂની છે, તેને ઓથેન્ટીક માનવામાં આવે છે. કદાચ આ કારણે તેની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે.