નર્મદાના કણજી પાસે દેવ નદીના ઝરવાની જવાના રોડ પરથી મોટર સાઇકલ પર દારૂની હેરાફેરી ઝડપાઇ
ઈંગ્લીશ દારૂ બીયર મોટરસાયકલ સહિત
રૂ. 46000/-નો મુદ્દા માલ ઝડપાયો.
આરોપી ફરાર
રાજપીપળા, તા 15
નર્મદાનાકણજી ગામની સીમમાં દેવ નદીના પુલની આગળ કણજી ગામની સીમમાં ઝરવાની જવાના રોડ ઉપરથી મોટર સાઇકલ પર દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડી હતી. જેમા
ઈંગ્લીશ દારૂ બીયર મોટરસાયકલ સહિત
રૂ. 46000/-નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. જોકે મુદ્દામાલ મૂકી આરોપી નાસી જતા પોલીસે તેને ઝડપી પાડવા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી અહેકો વિજયભાઈ ગુલાબસિંહભાઈ એલસીબી નર્મદાએ મોટરસાયકલ નંબર જીજે 22 7258 ના ચાલક સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામ ના આરોપી મો.સા. જીજે -22-ડી -7258 ચાલ કે ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂનો જથ્થો ગોવા સ્પીરિટ ઓફ સ્મુથનેસ વહીસ્કી પ્લાસ્ટિકના ક્વાટરીયા નંગ. 188 કી. રૂ.18800/- રોયલ બ્લુ મોલ્ટ વ્હિસ્કીના કવાયટીયા નંગ.48 કિં. રૂ. 4800 /- તથા સોમ પાવર 10000 સુપર સ્ટ્રોંગ બીયર નંગ.24 કિં. રૂ. 2400/- તથા ઓપ્પો મોબાઇલ નંગ.10 કી.રૂ 5,000 /- તથા મો.સા. કિં. રૂ. 15000/ – મળી કુલ કિં. રૂ. 46000/- સદર ઈંગ્લીશ દારૂનો જથ્થો લેવા સારું આવી પોલીસ પંચોની રેડ દરમિયાન પોલીસની ગાડીઓની લાઈટોના પ્રકાશ દૂરથી જોઈ અંધારાનો લાભ લઇ પોતાની મો.સા. કિં. રૂ. 15000 /- મૂકી આરોપી નાસીછુટ્યો હતો .પોલીસે કુલ કિં. રૂ. 46000/- ના મુદ્દામાલ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા