🧘🏻♂☀☀🙏🏻☀☀🧘🏻♀
*સૂર્ય નમસ્કાર*
સૂર્ય નમસ્કાર વિશે અવશ્ય જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો:
– ઇતિહાસ ના ઉલ્લેખન મુજબ સૂર્ય નમસ્કાર ભગવાન પરશુરામ દ્વારા આપેલ અમૂલ્ય ભેટ છે.
– મૂળભૂત કેરળની પ્રાચીન કલા કલ્લારીપયેત્તુ (ભારતીય માર્શલ આર્ટ નો 12 વર્ષનો કોર્ષ) માં જે બળવાન બને છે તેના કરતાં પણ વધારે સૂર્ય નમસ્કાર કરનારનું બળ હોય છે- અગસ્ત્ય ઋષિ
– 8 વર્ષની ઉંમરે થી જીવનપર્યંત કરી શકાય પરંતુ કેટલા કરવા અને કેવી રીતે કરવા તે ધ્યાન થી જાણી લેવું જોઈએ.
– સ્વામી રામદાસ પોતે તો રોજ 1200 કરતા જ પરંતુ શિવાજીને સૈન્ય પૂરું પાડતા એ સૂર્ય નમસ્કારનો જ પ્રભાવ છે
– ઔન્ધના રાજા બાળા સાહેબ પણ રોજ 1200 સૂર્ય નમસ્કાર કરતા.
– શ્રીપાદ દામોદર સાતવલેકર ને 61 વર્ષે ખબર પડી પછી પણ રોજ 300 સૂર્યનમસ્કાર કરતા તથા 102 વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી આજીવન કર્યા.
– “સ્વામી વિવેકાનંદે” પણ પોતાના જીવનમાં ધ્યેય પ્રાપ્તિ તથા ક્રિયા માટે બ્રહ્મચર્ય અને સૂર્ય નમસ્કારને મહત્વ આપ્યું છે
– “વિનોબા ભાવે” બીમાર હોય ત્યારે ખબર પૂછવા ગાંધીજી પત્ર લખે છે, તેનો વિનોબા ભાવે પ્રત્યુત્તર આપે છે- *બીમાર પડીને આરામ કરવાની પદ્ધતિ તો યુરોપીયનનોની છે મેં તો ખાધું પીધું અને સૂર્યનમસ્કાર કર્યા*(સંદર્ભ-અક્ષરદેહ-વોલ્યુમ 43)
– આઝાદ અને તિલક પણ આજીવન 300 સૂર્યનમસ્કાર કરતા
– દુર્વાસાએ યુધિષ્ઠિરને સૂર્ય નમસ્કાર કરવા જણાવ્યું હતું જેનાથી યુધિષ્ઠિરને અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું
– રામાયણમાં રામ દ્વારા રચિત સૂર્યરુદયમ સ્તોત્ર નો ઉલ્લેખ છે
– વ્યાયામ કરતા ધ્રુજારી થવા લાગે તો વ્યાયામ બંધ કરી દેવો, પ્રસન્ન ચહેરાથી જ સૂર્યનમસ્કાર કરવા- શ્રી વાગ્ભટ્ટ ઋષિ
– વિશ્વામિત્ર ઋષિ અે આપેલો ગાયત્રી મંત્ર (તત્સવિતુ….) એ સૂર્યમંત્ર પણ કહેવાય છે.
અન્ય પણ અનેક સંદર્ભો છે જેનો ઉલ્લેખ કરીએ તો આ લેખ ખૂબ જ વિસ્તૃત થઇ જાય…
*વ્યાયામના નિયમ મુજબ શરીર સાથે મન અને બુદ્ધિનો વ્યાયામ થાય એને જ પૂર્ણ વ્યાયામ કહી શકાય જે સૂર્ય નમસ્કાર છે*
– વ્યાયામના 11 મુખ્ય નિયમો છે તે બધા નિયમોમાં સૂર્ય નમસ્કાર જ વધુ બંધ બેસે છે.
– ઉપાસના શાસ્ત્ર મુજબ ઉપાસ્ય ના ગુણો ઉપાસકમાં આવે. તે મુજબ માનવી ગુણોનું સંવર્ધન કરવું હશે તો *પ્રકૃતિના ગુણોને જ આદર્શ તરીકે રાખવા પડશે કેવળ માનવી આદર્શ નહીં ચાલે.*
*સાધનાનો ભારતીય હેતુ વિકાસ માં ચાર વાત (શારીરિક બૌદ્ધિક માનસિક આત્મિક)
પાશ્ચાત્ય હેતુ- વિકાસમાં ચાર વાત
(શારીરિક ભૌતિક બૌદ્ધિક વાચિક)
ભારતીય મત મુજબ સાધ્ય-
ચારિત્ર્ય ગુણસંવર્ધન દાતૃત્વ
પાશ્ચાત્ય મત મુજબ સાધ્ય- કીર્તિ
*ઘણી બધી બીમારીઓ વ્યાયામ ન કરવાથી થતી હોય છે. વ્યાયામ કરનાર ને વિરુદ્ધ આહાર નડતો નથી. સૂર્યનમસ્કાર માં થતા બધા આસનો પૂર્ણરૂપે કરવા જોઈએ અન્યથા નુકશાન થાય છે. નિયમિતતા ના હોય તો પણ નુકશાન થાય છે. વ્રત તરીકે લીધું હોય તો જ નિયમિતતા આવે છે*
– કમળો થયો હોય તેને કોઈ પણ શ્રમ કરવાની મનાઈ હોય છે તે પણ સૂર્ય નમસ્કાર કરી શકે છે.
– સ્ત્રીઓની 20 પ્રકારની બીમારી ઓ પુરુષ કરતા અલગથી હોય છે તેમાં પણ સૂર્યનમસ્કાર કરવા જોઈએ
– યકૃતની તકલીફ હોય તેમને જે પડખું દુખતું હોય તે બાજુનો પગ જ સૂર્યનમસ્કાર કરતી વખતે એકપાદ પ્રસરણાસનમાં બંને વખતે આગળ રાખવો તો તે બીમારી પણ દૂર થાય છે.
*સૂર્ય નમસ્કારની વિવિધ પદ્ધતિઓ છે તેમાં 7 આસનની પદ્ધતિથી સૂર્ય નમસ્કાર 12 સેકન્ડમાં પૂર્ણ થાય એટલી ઝડપ પણ રાખી શકાય. શરૂઆતમાં ન થાય પરંતુ પછીથી તે થાય તેવી સ્થિતિ સુધી સૂર્ય નમસ્કાર પહોંચવા જોઈએ
*વિજ્ઞાનની રસાયનવિદ્યા શાખા માં 118 તત્વો જણાય છે અને સૂર્યમાં 5200 તત્ત્વો સીધા ફોર્મ માં છે* (સંદર્ભ-સૂર્યસિદ્ધાંત)
– સૂર્ય જીવનરક્ષક પ્રાણરક્ષક આત્મરક્ષક છે. તત્વજ્ઞાનનો આધાર સૂર્ય છે.
*સૂર્ય નમસ્કાર ના મંત્રો સાથે બીજમંત્રો પણ બોલી શકાય છે. ઉપરાંત મંત્રો બોલવામાં પણ પદ્ધતિ છે જેથી 300 કે 1200 સૂર્યનમસ્કાર કરતા હોય તેને પણ થાક ન લાગે*
– શ્વાસની 6 પદ્ધતિ છે. સૂર્ય સામે દૃષ્ટિ અને શુદ્ધ મંત્રોચ્ચારણ આવશ્યક છે.
– સૂર્ય નમસ્કાર કર્યા પછી પરસેવો વળે તે લૂછી નાખવો પણ નહાવું નહીં કેમકે તે પરસેવાની દુર્ગંધ હોતી નથી.
– સૂર્ય નમસ્કાર શરીરની બધી ગ્રંથિઓ, બધા સાંધા-સ્નાયુ અને બધા ચક્રો પર અસર કર્તા છે.
– સવાર કે સાંજ ના સમયે કરવા એ ઉત્તમ છે પરંતુ 3-4 કલાકનું ભૂખ્યું પેટ રાખવું ફરજીયાત છે
*રોગ પ્રતિકારક શકિત વધે, બલ, સ્ફૂર્તિ, સ્થિરતા, લચીલાપણું અને દમ (સ્ટેમીના) સૂર્ય નમસ્કાર થી મળી શકે છે*
– જે આસનથી જે સ્નાયુઓ ખેંચાય તે આસનથી શરીરના તે ભાગની પુષ્ટિ થાય છે સાથે રક્ત પરિભ્રમણ ઝડપી થાય છે
– સૂર્ય નમસ્કાર થી આંખ ત્વચા અને ચહેરો તેજસ્વી બને છે
– સૂર્ય નમસ્કાર કરનાર ને તામસી આહાર પ્રત્યે અંદરથી જ ઘૃણા ઉત્પન્ન થવા લાગે છે
– સૂર્ય નમસ્કાર કરનારના સૂરજ જેવી તેજસ્વિતા, ઊર્જા, નિરામય, આયુષ્માન, આનંદમય બને છે
અન્ય ઘણું બધું બાકી છે જે નિરંતર અભ્યાસથી અને અનુભવથી જરૂર જાણી શકાશે…
*કરો કાયમ સૂર્ય નમસ્કાર*
*તન મન બુધ્ધિ રહે દમદાર*
🧘🏻♂🌱🌳🕉🌳🌱🧘🏻♀☀️☀️☀️🌞🌞🌞🙏🏻🙏🏻🙏🏻🙏🏻