રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ-85 જેટલાં અધિકારીઓ,કર્મચારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ.

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી સાથે સંકળાયેલ ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર સહિત કુલ-85 જેટલાં અધિકારીઓ,કર્મચારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ.
રાજપીપલા,તા.10
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અન્વયે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ઝોનલ ઓફિસર, પ્રિસાઇડીંગ, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર,કર્મચારીઓ સહિત કુલ-૮૫ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલ તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે ગઇકાલે રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ હતી.
રાજપીપલા નગરપાલિકાના ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉક્ત તાલીમવર્ગમાં ઈવીએમ રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને ઈવીએમ અંગે ચૂંટણીલક્ષી કામગીરી સંદર્ભે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.
ઉક્ત તાલીમમાં મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનને સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને વહિવટી કાર્યસૂચીનું જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા