ગાંધીનગરમાં ખેડૂતોની જમીન હડપવાનું કરાયું કાવતરું. ખોટી ઓળખ આપી નિમેષ પટેલ નામના શખ્સે ‘તાત’ની પચાવી જમીન.
ખેડૂતોનો હુંકાર – જો ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે થશે આંદોલ…
અમદાવાદ: ગાંધીનગર કલોલ અને સાંતેજ ગામના ખેડૂત જોડે વેચાણ થયેલ જમીન ઉપર ખોટી રીતે વાંધા ઉભા કરી સામ સામે છેતરપિંડી કરવા માટે અનેક વાર ખેડૂતને મળીને તેમના વિશ્વાસ સાથે દગો કરી તેમની જમીન હડપવાના ઈરાદા સાથે નિમેષ પટેલે કલોલ અને સાંતેજ ગામના 15 જેટલા ખેડૂત ની જમીન અપાવવવાના બહાને એમની સાથે છેતરપીંડી કરી છે તે માટે વારંવાર ખેડૂતોએ ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી અરજી કરી ન્યાયની માગ કરી છે.
ખેડુતોએ આરોપ લગાવ્યો કે નિમેષ પટેલે પોતાની ઓળખ વકીલ તરીકે રજૂ કરી હતી અને અમને કીધું હતું કે તમારી જમીન અને તમને નાણાં પણ પરત અપાઈશ એટલે તમે મને તમારા જમીનના આધાર પુરાવા આપો એમ કહી કહેતો જોડે દગો કરી પાવરઓફ એટર્ની કરાવી સહી અંગુઠો કરાવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ થોડા દિવસ અગાઉ જ જમીન હડપનારા લોકો વિશે કડક પગલાં લેવા જાહેરનામું બહાર પડ્યું અને તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરી પરંતુ વિજય રૂપાણીના ગાંધીનગરમાં નિમેષ પટેલે કરોડોની જમીન હડપવાનો કાવતરું હાથ ધર્યું. હવે સરકાર તરફથી ખેડૂત ને એક આશા છે કે એમને વહેલી તકે ન્યાય આપવામાં આવે. ખેડૂત સાથે બનતી એવી એક નહિ કેટલીક ઘટનાઓ છે કદાચ જેના ઉપર સરકારની નજર નથી…!
ખેડૂતને પોલીસે પણ જવાબ ન આપ્યો ત્યારે જે નામદાર કોર્ટે હુકમ કર્યો છતાં આજ દિન સુધી કોઈ કરીવાહી કરવામાં આવી નથી. મહેશ પટેલ બિલ્ડર દ્વારા જે કોઈ જમીન હતી તે વધાઓ દૂર કરવા માટે સમાધાન કરવા માટે દબાણ નિમિશે પટેલે કરી છે.
નિમેષ પટેલ 15 ટોટલ ખેડૂતની સંખ્યા છે જેમની જમીન પચાવવાની કોશિશ કરી છે. જો આગળની કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર સમયમાં અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડે તેણ કરીશું
સાંતેજ, કલોલના ખેડૂત સાથે નિમેષ પટેલ કરોડોની જમીન પચાવી લેવી ઈચ્છા સાથે છેતરપીંડી કરી. દોડ વર્ષથી અરજદારોએ અરજી કરી કરી તેમના વિરુદ્ધ અરજીઓ કરી પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી . ત્યારે ખેડૂતના વકીલે જણાવ્યું કે અમે હવે કોર્ટની રાહે અમે અરજીઓ કરશે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, 7 (12) બારના ઉતારા મુજબ પીડિત ખેડૂતોની જમીન ઉપર નીતિન પટેલ અને મહેશ પટેલનું નામ બોલાય છે. આમ નિમેષ પટેલે ખેડૂતોને વિશ્વાસમાં લઇ નીતિન પટેલ અને મહેશ પટેલ સાથે મળી કાવતરું રચ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નિમેષ પટેલ ફેસબુકના માધ્યમનો ઉપયોગ કરીને પોતાનું વિઝિટિંગ કાર્ડ વાઇરલ કરતા તેમાં જણાવે છે કે, જમીન લે- વેચ અને સમાધાન માટે સંપર્ક કરો. જમીન લે-વેચનો વ્યવસાય હોઈ શકે પરંતુ સમાધાન માટેનો એવો તો કેવો વ્યવસાય હોઈ શકે ? સમાધાનનો અર્થ શું હોય છે. તે આપ સમજી જ શકો છો… “અભણ છે પણ ભાન છે” ખેડૂતો વધુ ભણેલા નથી પણ તેઓની આપ વીતેલી પીડાની રજૂઆત કરવા માટે પીડિત ખેડૂતોએ એકઠા થઇ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ તેઓનો ખાસ ઉદ્દેશ પૈસાના લોભિયા અને ધુતારાથી ગામના લોકોને સાવધાન રહેવા માટે જાગૃત કરવાનો છે અને આ બાબતે તેઓને ન્યાય મળે..
આ સમગ્ર બાબતની માહિતી લેવા નિમેષ પટેલે પોતાનો માણસ પણ ખેડૂત વચ્ચે ઉભો કર્યો હતો. જેનું નામ વિપુલ ઠાકોર હોવાની સામે આવ્યું છે. વિપુલ ઠાકોરને તાત્કાલિક 100 નંબર બોલાવી ખેડૂતોએ તેને પોલીસ હવાલે કર્યો હતો ત્યારે પોલીસે તેના વિષયે પૂછતા તેને જણાવ્યું કે મને નિમેષ પટેલે જ મોકલ્યો હતો ત્યારે હું અહીંયા ખેડૂત વચ્ચે આવ્યો હતો. ત્યારે પોલીસે વિપુલ ઠાકોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડૂતોએ આવેદન પત્ર આપી નકલી વકીલ નિમેષ પટેલ, મહેશ પટેલ અને નીતિન પટેલનો વિરોધ કર્યો, અને યોગ્ય સચોટ કાર્યવાહી સાથે ન્યાયની માંગ કરી છે.