*કોરોનામાંથી હજુ કળ નથી વળી ત્યાં મલપ્પરુમમાં ખતરનાક ફ્લુએ માથુ ઉચક્યુ*

હજી તો કોરોનાનો ખતરો ભારત પર મંડરાઈ જ રહ્યો છે અને સરકાર તેને કાબૂમાં લેવા ઝઝૂમી રહી છે ત્યારે કેરાલામાં કોરોનાની સાથે સાથે ‘બર્ડ ફ્લુ‘ નુ જોખમ પણ સર્જાઈ ચુક્યુ છે. મલપ્પરુમમાં બર્ડ ફ્લુના કેસ મળ્યા બાદ સરકાર હરરકતમાં આવી છે.સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટે મરઘીઓનો નિકાલ કરવાના આદેશ આપ્યા છે. સરકારે માહિતી આપતા કહ્યુ હતુ કે, જ્યાં બર્ડ ફ્લુના મામલા જોવા મળ્યા છે તે વિસ્તારના એક કિલોમીટર વિસ્તારમાં 10 સ્પેશ્યલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. જે 4000 મરઘીઓનો નિકાલ કરવાની કામગીરી કરશે. ચિકન અને ઈંડાના વેચાણ પર રોક આ વિસ્તારમાં 10 કિલોમીટર સુધીના દાયરામાં ચિકન અને ઈંડાનુ વેચાણ પણ હાલના તબક્કે રોકી દેવામાં આવશે.આ વિસ્તારમાંથી પોલ્ટ્રી ફાર્મની પ્રોડક્સ બીજા જિલ્લામાં ના પહોંચે તે માટે પણ પોલીસને તાકીદ કરવામાં આવી છે. મરઘીઓના નિકાલ બાદ તેમના ઈંડાને પણ સળઘાવી દેવામાં આવશે