ઓનલાઈન સમૂહ લગ્ન યોજાયા

ઓનલાઈન સમૂહ લગ્ન યોજાયા

55 યુગલો પ્રભુતામાં પગલા માંડયા ગુજરાત વિકાસ સમિતિ 20 વર્ષથી સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરે છે. સુરતમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નના બીજ અમારી સંસ્થાએ રોપ્યા આજે 22થી વધુ અન્ય સંસ્થાઓ સુરતમાં સર્વજ્ઞાતિ સમુહલગ્ન કરતી થઈ છે, તેમાં 1000થી વધુ દીકરીઓના લગ્ન સર્વજ્ઞાતિ સમુહલગ્નના માધ્યમથી સુરતમાં દર વર્ષે થાય છે

દરેક યુગલને 70થી 80 હજારના કરિયાવર સાથે કુંવરબાઈનું મામેરૂ તથા સાતફેરા સમુહલગ્ન યોજનાની રકમ મળીને 1 લાખની સહાય અપાઈ છે. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે માટે મહેમાન અને યુગલો એમ બધાને પીડીએફ કંકોત્રી આપી છે, તેમજ કરિયાવરમાં સેનિટાઈઝર અને માસ્ક પણ આપ્યા છે અને 20 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ 55 લગ્ન પણ થયા છે સાથે સાથે આ વર્ષે સૌથી વધુ 116 વસ્તુ કરિયાવર પેટે પણ આપી છે