આરોપી-
નિર્મળકુમાર જગદિશદાન ગઢવી,
સાઈડ સુપરવાઈઝર,
પ્રધાનમંત્રી આવાસ યોજના, નગરપાલિકા પાલનપુર, (કરાર આઘારીત)
જી. બનાસકાંઠા.
લાંચની માંગણીઃ-
રૂ.૧૦૫૦૦/-
લાંચની સ્વીકાર્યાની રકમઃ- રૂ.૧૦૫૦૦/-
લાંચની રીકવરીની રકમઃ- રૂ.૧૦૫૦૦/-
ટ્રેપ નુ સ્થળઃ-
જીઆઇડીસી-જામપુરા રોડ, પાલનપુર જી. બનાસકાંઠા
ટ્રેપની તા:
૨૪/૦૮/૨૦૨૦
ગુન્હાની ટુંક વિગત:-
આ કામના ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મેળવવા પાલનપુર નગર પાલિકામાં સને.2018 માં ફોર્મ ભરી આપેલ , જે બાદ આક્ષેપિત સ્થળ સર્વે કરેલ અને ફરિયાદીના સહાય ના શરૂઆતના ત્રણ હપ્તા ની રકમ ૧૩૦૦૦૦/- બેંક ખાતામાં જમા કરાવેલ , જ્યારે ચોથો હપ્તો જે ૧૦૦૦૦૦/-નો મળવા પાત્ર હતો તે જમા ન થતાં ફરિયાદીએ આક્ષેપિતને રૂબરૂ મળી વાત કરતાં આક્ષેપીતે નાણાકીય સહાય નો ચોથો હપ્તો જમા કરાવવાની કાર્યવાહી કરવા માટે રૂ.10500/- ની માંગણી કરેલ.
જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એ.સી.બી.મા ફરીયાદ કરતા આજરોજ એસીબીએ ગોઠવેલ લાંચના છટકા માં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.10500/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત…
ટ્રેપીંગ અધિકારી: શ્રી એન. એ. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર,
બનાસકાંઠા એ. સી. બી. પોસ્ટે., પાલનપુર.
સુપરવિઝન અધિકારી:- શ્રી કે.એચ.ગોહિલ
મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ,
ભુજ