નર્મદાનીજિલ્લા અને તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપા કોંગ્રેસ ની સામે પહેલી વાર આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી.

નર્મદાનીજિલ્લા અને તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપા કોંગ્રેસ ની સામે પહેલી વાર આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી.
સાગબારા તાલુકા માથી સંખ્યા બંધ કાર્યકરો આમ આદમી પાર્ટીમા જોડાયા.
રાજપીપળા,તા .31
આ વખતે નર્મદાનીજિલ્લા અને તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપા કોંગ્રેસ ની સામે પહેલી વાર આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી છે ત્યારે નર્મદા જિલ્લામા પંચાયતની ચૂંટણી લડવા મેદાને પડી છે. ત્યારે આ પાર્ટી મા પણ કાર્યકરો મોટી સંખ્યા મા જોડાઇ રહ્યા છે. પાર્ટી પ્રમુખ ડૉ. કિરણ વસાવા ના જણાવ્યા અનુસા આમ આદમી પાર્ટી દ્વારા સાગબારા તાલુકા ની જાવલી જિલ્લા પંચાયતની બેઠકના તમામ તાલુકા પંચાયતની બેઠક ઉપર તબક્કા વાર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી છે.જેમાં ભાદોડ તાલુકા પંચાયત ની બેઠક ઉપર ભાદોડ ગામ માં 250 થી વધુકાર્યકરોને આમ આદમી પાર્ટી મા વિધિવત પ્રવેશ આપ્યો હતો. જ્યારે કોલવાણ તાલુકા પંચાયત ની બેઠક ઉપર આવલીકુંડ ગામ માં 200 થી વધુ કાર્યકરો,બર્કતુરા તાલુકા પંચાયતની બેઠક ઉપર પાના ગામ માં 350 થી વધુ કાર્યકરો, રાણીપુર તાલુકા પંચાયત બેઠક ઉપર રાણીપુર ગામ માં 100 થી વધુકાર્યકરો,
નવાગામ( જાવલી ) તાલુકા પંચાયત બેઠક ઉપર લંગડી ગામમાં 300 થી વધુ કાર્યકરો એમ જાવલી જિલ્લા પંચાયત બેઠકમાં કુલ 1200 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.
આ પ્રવેશ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ. કિરણ વસાવા, જિલ્લા લીગલ સેલ પ્રમુખ એડ સંદીપ વલવી, સાગબારા તાલુકા આપ પાર્ટી પ્રમુખ એડ. યોગેશ વલવી, સાગબારા તાલુકા આપ પાર્ટી મહામંત્રી મહેશભાઈ પાડવી, યુવા મોર્ચા પ્રમુખ ઈશ્વરભાઈ વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યુ હતું પ્રજા ભાજપા અને કોંગ્રેસ ના રજકારણ થી કંટાળી છે. ત્યારે વિકાસ નામ પર જનતા આમ આદમી પાર્ટી પર ભરોષો કરી રહી હોવાનુ આમારી પાર્ટી બધી બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર હોવાનુ જણાવ્યુ હતું.

તસવીર : જ્યોતિ જગતાપ,રાજપીપળા