મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની રાજ્યના ૧૮થી વધુની વયના યુવાન નાગરીકોને રસીકરણના અભિયાનમાં જોડાવા આગ્રહ ભરી અપિલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીની રાજ્યના ૧૮થી વધુની વયના યુવાન નાગરીકોને રસીકરણના અભિયાનમાં જોડાવા આગ્રહ ભરી અપિલ
….
રસીકરણનો ચોથો તબક્કો સફળ રહે તેની જવાબદારી રાજ્ય સરકારની સાથે જનતા જનાર્દનની પણ

રાજ્ય સરકારે રસીકરણ માટે દોઢ કરોડ ડોઝની વ્યવસ્થા વધારીને અઢી કરોડની કરી
– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી
…..
મુખ્યમંત્રીશ્રીનું ફેસબુકના માધ્યમથી પ્રજાજોગ સંબોધન:-

• કોવિશીલ્ડ વેક્સિનના બે કરોડ ડોઝ માટે તેમજ હેદરાબાદની ભારત બાયાટેકને કોવેકસીન રસીના પ૦ લાખ ડોઝ માટે રાજ્ય સરકારે ઓર્ડર આપી દીધા
• તા.ર૮ એપ્રિલથી શરૂ થયેલા ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં યુવાનોએ વ્યાપક ઉત્સાહ દાખવ્યો – એક જ કલાકમાં લાખો યુવાનો રજીસ્ટ્રેશન કરાવવા માટે આગળ આવ્યા
• રાજ્યમાં ૯પ.૬૪ લાખ વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ર૧.૯૩ લાખ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો- હાલ રાજ્યમાં ૭ લાખથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ
• ગુજરાતને ૧ કરોડ ર૭ લાખ ૭પ હજાર વેક્સિન ડોઝ કેન્દ્ર સરકાર તરફથી મળ્યા
• ફાર્માસ્યુટિકલ કંપનીઓ- રસી નિર્માતાઓ રસીનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસરત
…..
મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધી રસી મેળવનાર રાજ્યના તમામ નાગરિકો,
આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ધન્યવાદ આપ્યા
…….
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ રાજ્યના ૧૮થી વધુની વયના યુવાન નાગરીકોને રસીકરણના અભિયાનમાં જોડાવા આગ્રહ ભરી અપિલ કરતા કહ્યું છે કે, કે યુવાનો વેક્સિન માટે ઝડપથી ઓન લાઈન રજીસ્ટ્રેશન કરાવે. આવનારા ૧૫ દિવસોમાં જ્યારે રસીનો જથ્થો ઉપલબ્ધ થશે ત્યારે તબક્કા વાર અને સમયબદ્ધ રીતે રસીકરણની કામગીરી શરૂ કરી દેવાશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં જે રીતે કોઈ પણ અવ્યવસ્થા વગર રસીકરણની કામગીરી થઇ છે તે જ રીતે હવે ૧૮ થી વધુની વયના લોકોના રસીકરણનું અભિયાન પણ સુવ્યસ્થીત રીતે પાર પાડીને ગુજરાતને ફરી એકવાર અગ્રેસર બનાવીએ તેમ તેઓએ ઉમર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ફેસબુકના માધ્યમથી પ્રજાજોગ સંબોધન કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી ભારતમાંથી કોરોનાને દેશવટો આપવાની નેમ સાથે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોના વેક્સિનેશનનો ચોથો તબક્કો ૧લી મે થી તબક્કાવાર શરૂ થવા જઇ રહ્યો છે. રાજ્ય સરકારે રસીકરણ માટે પહેલાં દોઢ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે વધારીને હવે અઢી કરોડની કરી છે. પૂનાની સિરમ ઇન્સ્ટીટયૂટને કોવિશીલ્ડ વેક્સિનના બે કરોડ ડોઝ માટે તેમજ હેદરાબાદની ભારત બાયાટેકને કોવેકસીન રસીના પ૦ લાખ ડોઝ માટે રાજ્ય સરકારે ઓર્ડર આપી દીધા છે. વેક્સિનેશન ડ્રાઇવને વધુ સઘન બનાવવા સમગ્ર રાજ્યમાં અત્યારે સરકારી અને ખાનગી મળીને ૬ હજાર વેક્સિનેશન સેન્ટર્સ કાર્યરત કરેલા છે. ૧૮ વર્ષથી ઉપરની વયના જે લોકો સરકારી રસીકરણ કેન્દ્રો ઉપર રસી લેવા આવે તેઓને વિનામુલ્યે રસી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગઇ કાલે ચાર વાગે જ્યારે કેન્દ્ર સરકારની COWIN વેબસાઇટ ઉપર ૧૮ વર્ષથી વધુ લોકો માટે રજીસ્ટ્રેશનની કામગીરી શરુ થઇ ત્યારે એક જ કલાકમાં લાખો યુવાનો રજીસ્ટ્રેશન કરાવવા માટે આગળ આવ્યા. વધુ ટ્રાફિકના કારણે થોડા સમય માટે આ કામગીરી બંધ પણ રહી હતી પણ ત્યાર બાદ ફરીથી રજીસ્ટ્રેશનની કામગીરી સારી રીતે ચાલી રહી છે જે ખુબજ ઉત્સાહ જનક બાબત છે. રાજ્ય સરકારે રસીકરનના ચોથા તબક્કા માટેની તૈયારીઓ લગભગ પૂરી કરી દીધી છે. જનજાગૃતિ, રાજ્ય સરકારના સક્રિય પ્રયાસો અને સૌના સહિયારા પુરૂષાર્થથી ગુજરાતમાં ચોથા તબક્કાના રસીકરણ માટેના તા.ર૮ એપ્રિલથી શરૂ થયેલા ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં પણ વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારના દિશાનિર્દેશનમાં ગુજરાતે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ૧૮ થી ઉપરની વયના દરેક વ્યક્તિને તેનો વારો આવે ત્યારે તબક્કાવાર વેક્સિનેશન થઇ જાય, કોઇ રસીથી વંચિત ન રહે તે માટેનું પ્લાનીંગ ડીટેઇલ અને એડવાન્સ પ્લાનીંગ પણ કરી દીધું છે.
મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધી રસી મેળવનાર રાજ્યના તમામ નાગરિકો, આરોગ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને ધન્યવાદ આપતા કહ્યું કે, તેઓએ કોરોના સામેની આ લડાઇમાં રસીકરણથી સજ્જ બનવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. રસીકરણના ત્રણેય તબક્કા સુઆયોજિત રીતે જનતાના સહયોગથી પાર પડ્યા છે. ક્યારેય પણ રસીકરણની ચેઇનમાં બ્રેકડાઉન આવ્યું નથી કે કયાંય કોઇ તકલીફ થઇ નથી એ પણ આપણા માટે આનંદની વાત છે.
મુખ્યમંત્રીશ્રીએ જનાવ્યું કે, રસીકરણના ત્રણેય તબક્કામાં ગુજરાતમાં કુલ વસ્તીના ૧૮.૩ ટકા એટલે કે ૧ કરોડ ર૦ લાખ જેટલા લોકોના વેક્સિનેશનથી દેશના ટોપ સ્ટેટસમાં ગુજરાતે સ્થાન મેળવી લીધું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૯પ.૬૪ લાખ વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને ર૧.૯૩ લાખ લોકોને બીજો ડોઝ અપાઇ પણ ગયો છે. આ ત્રણ તબક્કા માટે અત્યાર સુધી ગુજરાતને ૧ કરોડ ર૭ લાખ ૭પ હજાર વેક્સિન ડોઝ કેન્દ્ર સરકાર તરફથી મળી ગયા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પૂનેની સિરમ ઇન્સ્ટીટયૂટના કોવિશીલ્ડની ૩.૭૦ લાખ અને હૈદરાબાદની ભારત બાયોટેકની ૩.૩૦ લાખ કોવેકસીન ડોઝ મળીને હાલ રાજ્યમાં ૭ લાખથી વધુ વેક્સિન ડોઝ ઉપલબ્ધ છે. આ ડોઝ અત્યારે ચાલી રહેલા ૪પ થી વધુની વયના લોકોના રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવાઇ રહ્યા છે અને હજુ વધુ ડોઝ ભારત સરકાર પાસેથી મેળવીને ૪પથી વધુની વયના લોકોને રસી આપવાનું અભિયાન પણ ચાલુ જ રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં જનતા જનાર્દને ત્રણેય તબક્કામાં ખૂબ ઉમળકાભર્યો પ્રતિસાદ અને જાગરૂકતા દાખવીને રસીકરણ કરાવ્યું છે જેના પરિણામે ગુજરાત જેમ અન્ય બાબતોમાં દેશનું માર્ગદર્શક અને અગ્રેસર રાજ્ય છે તેમ કોરોના સામેના જંગમાં પણ દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના મહામારી સામેની આ બીજી લહેરમાં લડવાનું એક અમોઘ શસ્ત્ર રસીકરણ છે એ સાબિત થઈ ચૂક્યું છે ત્યારે વ્યાપક પ્રમાણમાં જન-જનનું રસીકરણ થાય તે સમયની માંગ છે.આપણે ભાગ્યશાળી છીએ કે દેશમાં જ બનેલી ભારતીય રસી આપણી પાસે ઉપલબ્ધ છે.ભારતના વૈજ્ઞાનિકો, રસી નિર્માતાઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારે રસીની પસંદગી, ખરીદી અને રસીકરણ અભિયાનના અમલીકરણ બાબતે રાજ્યોને આપેલી સ્વતંત્રતાને આવકારતા કહ્યું કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ- રસી નિર્માતાઓ રસીનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસરત છે. હાલ બે વેક્સિન ઉપલબ્ધ છે પરંતુ હવે ત્રીજી રસી પણ આવી રહી છે. જેવી રસી મળશે કે તરત જ રસીકરણ અભિયાન તબક્કાવાર આગળ ધપશે- વધશે. થોડુ ઘણું ડિલે થાય કે રસી મેળવવામાં વિલંબ થાય તો પણ આપણે જ્યાં સુધી પાત્રતા ધરાવતા પ્રત્યેક વ્યક્તિ-નાગરિકોનું રસીકરણ થઇ ન જાય ત્યાં સુધી અટકવાના નથી. રસીકરણનો આ ચોથો તબક્કો સફળ રહે તેની જવાબદારી રાજ્ય સરકારની સાથે જનતા જનાર્દનની પણ છે.
…….