નર્મદા જિલ્લા પંચાયતની વડિયા બેઠકપર આયાતી ઉમેદવાર સામે વિરોધ

નર્મદા જિલ્લા પંચાયતની વડિયા બેઠકપર આયાતી ઉમેદવાર સામે વિરોધ

બળવાના એંધાણ

સતત બે ટર્મ થી આ બેઠક પર આયાતી ઉમેદવાર ને ટિકિટ અપાતી હોવાથી આ વખતે સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ ફાળવવાની માંગ.

મામલો પ્રદેશ કક્ષાએ પહોચ્યો.

સ્થાનિક કાર્યકરે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ને લેખિત રજૂઆત કરી

રાજપીપળા, તા 31

નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે અત્યારથી જ નર્મદા જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈછે .ખાસ કરીને ભાજપા મા આ વખતે આયાતી ઉમેદવારને ટિકિટના આપવા બાબતે કાર્યકરોમાં વિરોધથઈ રહ્યો છે. અને આયાતી ઉમેદવારને ટિકિટ મળશે તો પાર્ટીમાં બળવો થવાની શક્યતા કાર્યકરો વ્યક્તકરી રહ્યા છે. ખાસ કરીને નર્મદા જિલ્લા પંચાયતની વડિયા બેઠક ઉપરપૂર્વ ધારાસભ્ય અને આદિજાતિ આયોગના ડિરેક્ટર હર્ષદવસાવાના સાળા કિરણ વસાવા ત્રીજી ટર્મ માટે પણઉમેદવારી નોંધાવવાના છે. અગાઉ આ બેઠક ઉપર બે ટર્મ થી તેઓ ચૂંટણી લડતા આવ્યા છે .ત્યારે તેમને આયાતી ઉમેદવાર તરીકે ગણાવી આયાતીઉમેદવારને ટિકીટ ના આપવાની માંગણી કરી તેને બદલે સ્થાનિક ઉમેદવાર ને જ ટિકિટ ફાળવવાની માંગ બુલંદ થતાઆ મામલો હવે પ્રદેશ કક્ષાએ પહોચ્યો છે. આ અંગે સ્થાનિક કાર્યકર અને નાંદોદ તાલુકા ભાજપા મહામંત્રી અશોક ભાઈ વળવીએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને પત્ર લખી આયાતી ઉમેદવાર ને ટિકિટ ના આપવા અને સ્થાનિક ઉમેદવાર ને જ ટિકિટ આપવાની માંગ કરતા પાર્ટી મા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને કરેલી લેખિત રજૂઆતમા આયાતી ઉમેદવારને ટિકીટ ફાળવાશે તો પાર્ટીમાં બળવાના એંધાણ વર્તાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. આ અંગે સારા કાર્યકર સ્થાનિક ઉમેદવારને જ ટિકીટ આપવાની માંગણી કરતા ભારતીય જનતા પાર્ટીમાં હડકંમ્પ મચી ગયો છે. આ અંગે અશોકભાઈ વલવીકે જેઓ નાંદોદ તાલુકા ના મહામંત્રી પણ છે અને આ બેઠકના દાવેદાર પણ છે. તેમણે પાર્ટી મા આ મુદ્દો ઉઠાવ્યો છે .ત્યારેહવે ભાજપકોને ટિકીટ ટિકિટ આપશે એની ચર્ચા શરૂ થઈ ગઇ છે.કાર્યકરોએપણ સ્થાનિકઉમેદવારને જ આપવાની માંગણી કરી છે.
આ અંગે પ્રદેશપ્રમુખને માં રજૂઆત કરતાં જણાવ્યું છે કે
વડીયા જિલ્લા પંચાયતની સીટ માં દર વખતે આયાતી ઉમેદવાર ચૂંટણી લડવા માટે આવે છે. પરંતુ જો પાર્ટી ફરી ટિકિટ આપશે તો ખૂબ મોટો વિરોધ થશે. અને આ જિલ્લા પંચાયતની સીટ હારી જશે કેમકે એમના દસ વર્ષના ગાળામાં આ વિસ્તારમાં કોઈપણ વિકાસના કામો થયા નથી . અને જીતી ગયા પછી આ વિસ્તારમાં એક પણ ગામ નો પ્રવાસ કરેલ નથી. ફક્ત ખોટા વાયદા વચનો આવતી ચૂંટણી જીતી જાય છે. પરંતુ હવે મતદારો અને આ વિસ્તારના લોકો જાગી ગયા છે .જેથી આ ચૂંટણીમાં સ્થાનિક કાર્યકર્તાને જ ટિકિટ આપવીજોઈએ. જે સારા વ્યક્તિ હોય અને વર્ષોથી પાર્ટીમાં કામ કરતા હોય અને અનુભવી હોય અને નાના માણસની વાત સાંભળે અને વિકાસના કામો કરે એવા જ વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ .જેથી આ વખતે વડીયાજિલ્લા પંચાયતની સીટ માં સ્થાનિક ઉમેદવારજ હોવોજોઈએ. જ્યાં વિરોધ ના હોય તે જગ્યા ઉપર આયાતી ઉમેદવાર ચાલે. પરંતુ વડીયા જિલ્લા પંચાયતમાં ખૂબ મોટો વિરોધનો સૂર ઉઠયો છે જેથી તાલુકા અને જિલ્લા ના ઉમેદવારો ને પસંદગી યોગ્ય રીતે કરે તો વડીયા જિલ્લા પંચાયતમાં આવતી દરેક તાલુકા પંચાયતના ઉમેદવારો જીતી શકશે અને જિલ્લા પંચાયત ના ઉમેદવાર પણ જીતી શકશે. પરંતુ સ્થાનિક ઉમેદવાર હોવો જરૂરી છે જેથી આ વિસ્તારનો વિકાસ થઈ શકે અને લોકોના પ્રશ્નો સાંભળી શકે એવા ઉમેદવારની પસંદગી કરવાની રજૂઆત કરી છે.
જિલ્લા પંચાયત ની વડિયાબેઠક પ્રતિષ્ઠા ના જંગ સમી પુરવાર થવાની છે કારણ કે આ બેઠક પર પ્રતિસ્પર્ધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનામહા મંત્રી હરેશ વસાવાના પિતા જયંતી ભાઈ વસાવા ચૂંટણી લડવાના છે. તો વડિયાતાલુકા પંચાયત ની બેઠક માટે સાંસદ મનસુખભાઈ વસાવાની સુપુત્રી પણ દાવેદાર છે ત્યારે આ બેઠક પર પ્રતિષ્ઠા નો મરણિયો જંગ ખેલાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે

તસવીર: જ્યોતિ જગતાપ, રાજપીપળા