નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા
કોરોના વેક્સીન સંપૂર્ણ સલામત છે, કોરોના વેક્સીનેશનથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી
-કોરોના વેક્સીન અનેક ટ્રાયલો પછી આપવામાં આવી રહી છે
-જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિં
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ,કર્મચારીઓએ કોરોના વેક્સીનેશનનો લાભ લીધો
ગરુડેશ્વર સબ ડિવિઝન હોસ્પિટલ ખાતે 150,ડેડિયાપાડાસબ ડિવિઝન હોસ્પિટલ ખાતે 100 તથા પી એચ સી સેન્ટર સાગ બારા અને તિલકવાડા
એચ સી સેન્ટર ખાતે 100-100 તથા રાજપીપળા. કોવીદ હોસ્પિટલ ખાતે100મળી તબક્કા વારકૂલ 550 પોલીસ જવાનો ને રસી આપવાનું આયોજન
રાજપીપલા, તા 31
નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ થી ઓછી વયના અને ૫૦ થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી લેવાયા છે જે અન્વયે બીજા તબક્કાના કરાયેલા કોવિડ-૧૯ વેક્શીનેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ રાજેશભાઇ પરમાર, શ્રી શૈલેષભાઇ મોદી, આમલેથા પોલીસ સબ ઇન્સપેક્ટર સુશ્રી સેજલકુમારી પટેલ અને શારદાબેન દેદૂન સહિત અન્ય જિલ્લા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ આજે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેની સાથોસાથ તિલકવાડા અને સાગબારા તાલુકા આરોગ્ય કેન્દ્ર તેમજ દેડીયાપાડા અને ગરૂડેશ્વર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ સહિત જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે સૌ નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં આજે પાંચ જેટલાં સ્થળોએ પોલીસ વિભાગ અને તેની સાથે જોડાયેલ જીઆરડી.હોમગાર્ડઝને કોવિડ વેક્શીન મુકવામાં આવી રહી છે. આ કોરોના વેક્સીન સંપૂર્ણ સલામત છે, કોઇ આડઅસર થતી નથી. કોરોના વેક્સીન અનેક ટ્રાયલો પછી આપવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર તરીકે આજે મે કોવિડ-૧૯ ની રસી લીધી છે. આ રસીથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તેમજ કોવિડ વેક્શીનેશનથી કોઈ એ ગભરાવવાની જરૂર નથી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આજે બીજા તબક્કાનો કોવિડ-૧૯ વેક્શીનેશનનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રાયોરિટી પ્રમાણે જિલ્લાના ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને આજે પ્રથમ દિવસે રાજપીપલા કોવિડ હોસ્પિટલ સહિત અન્ય ૫ જગ્યાઓથી વેક્સીનેશન આપવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં ૧૭૦૦ જેટલા હેલ્થ કેર વર્કરોએ કોવિડ-૧૯ વેક્શીનેશનનો લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે તા.૩૧ મી જાન્યુઆરી,૨૦૨૧ ના રોજ બપોરે ૨:૨૪ કલાક દરમિયાન ૩૫૫ જેટલાં લાભાર્થીઓએ કોવિડ-૧૯ વેક્સીનેશનનો લાભ લીધો છે.
આ તકે સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામીત સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જેમા ગરુડેશ્વર તાલુકા મા સબ ડિવિઝન હોસ્પિટલ ખાતે 150,ડેડિયાપાડાસબ ડિવિઝન હોસ્પિટલ ખાતે 100 તથા પી એચ સી સેન્ટર સાગ બારા અને તિલકવાડા
એચ સી સેન્ટર ખાતે 100-100 તથા રાજપીપળા. કોવીદ હોસ્પિટલ ખાતે100મળી તબક્કા વારકૂલ 550 પોલીસ જવાનો ને રસી આપવાનું આયોજન હાથ ધરાયું હતું
જિલ્લા પોલીસ વડા હીમકર સિંહે જણવાયું હતું કે પોલીસ દ્વારા લોકડાઉનથી લઇને આજ
સુધી કોરોના સંદર્ભે ખડેપગે કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી
દરમ્યાન ઘણા પોલીસ કર્મચારીઓ સંક્રમિત પણ થયા . એ વખતે કોઇ રસી કે દવા ન હોવાથી પોલીસ
કર્મચારીઓને કોઇ રક્ષણ ન હતું. પરંતુ હવે જ્યારે રસી ઉપલબ્ધ છે
જેતમામ પોલીસ કર્મચારીઓને વેક્સીન આપવામાં આવે અને કોઇ પણ
જવાન બાકી ન રહી જાય તે રીતે અસરકારક આયોજન કરવામાં આવ્યુ છે.
વધુમાં
સીનીયર પોલીસ અધિકારીઓએ જાતે પહેલા વેક્સીન લઇને અન્ય પોલીસ
કર્મચારીઓના મનમાંથી વેક્સીન અંગે કોઇ શંકા કે ડર હોય તો તે દૂર કરવાપણ તમામઅધિકારીઓને સૂચના આપવામાં આવી હતી
પોલીસ વિભાગની રોજીંદી કામગીરીમાં વિક્ષેપ ન થાય તે
રીતે ક્રમાનુસાર અને તબક્કાવાર તમામ જવાનોને વેક્સીન આપવામાં
આવશે. વેક્સીન બાદ પોલીસ કર્મચારીઓને જરૂરી આરામ અથવા હળવી
ફરજો આપવામાં આવે તે માટે પણ સૂચના અપાવામાં આવી છે.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા