બે હજાર વીસ એવું ગયું…. સૌ સાથે મળી શાળા કોલેજ માં જઈ હસતા રમતાં અને ભણતા હતાં અને હવે, ઓનલાઇન માં આંગળી નાં ઈશારે એકલાં રૂમ માં ભણવું પડ્યું…

બે હજાર વીસ એવું ગયું…. સૌ સાથે મળી શાળા કોલેજ માં જઈ હસતા રમતાં અને ભણતા હતાં અને હવે, ઓનલાઇન માં આંગળી નાં ઈશારે એકલાં રૂમ માં ભણવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… સામાં મળીયે તો સ્મિત કરી ગળે મળતાં હતાં અને હવે, બે ગજ દૂર થી ઓળખ્યા વગર મુખે માસ્ક બાંધી નમસ્તે કરી આંખો નાં ઈશારે બધું સમજવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… મલ્ટીપ્લેક્સ માં મિત્રો સાથે હળીમળી ને પોપકોર્ન ખાતાં ખાતાં અંધારામાં મૂવી ને માણતા અને હવે, ટીવી અને મોબાઈલ માં એકલાં એકલાં વેબ સિરીઝ ને માણવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… લગ્નઃ નાં વરઘોડા માં સૉ બસ્સો નાં ટોળાં માં મદહોશ બનીને નાચતાં અને સ્મશાન યાત્રા માં બસ્સો ત્રણસો રામ બોલો ભાઈ રામ કરી વિદાય આપતાં અને હવે, વીસ સ્મશાને અને પચાસ જણે જ લગનમાં જવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… રાત દિવસ મિત્રો સાથે રખડતા હતાં, સગાવ્હાલા ને વ્હાલ થી મળતાં હતાં, અને હવે, કોરોના પોઝિટિવ આવતાં ચૌદ દિવસ એકલાં રૂમ માં કોરન્ટાઇન થઈ મોબાઇલ અને ટીવી નાં સહારે રહેવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… વહેવાર સાચવવા એકબીજાને રૂબરૂ મળી એકબીજાનાં મન ને સમજતા અને સમજાવતાં અને હવે ઓનલાઇન વિડિઓ કોલ ને સહારે વહેવારીક જીવન ને જીવવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… રેસ્ટોરેન્ટ હોટેલ અને હેલ્થક્લબ માં સાંજ પડ્યે સૌ સ્મિત સાથે મળતાં હતાં અને હવે, ઓનલાઇન ઝૂમ ને સહારે મોબાઈલ માં મળવું પડ્યું… બે હજાર વીસ એવું ગયું… કુલીન પટેલ ( જીવ )