નર્મદા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સામે ગંભીર પ્રકારના ખોટા આક્ષેપો કરી ધમકી આપતાં આરોપી સામે પોલીસ ફરિયાદ.
તમે બે-ત્રણ અધિકારીઓ ભેગા મળી શનિવાર-રવિવાર પાર્ટી કરો છો, દારૂ પીવો છો, મજા કરો કરો છો.
મહિલા કર્મચારીઓને રાત્રે
ઘરે બોલાવો છો, અને સોમવારે ઓફીસના વિધવા પટાવાળા બહેનો પાસે વાસણો ધોવડાવો છો દબાણ કરો છો શોષણ કરો
ફરીયાદી ડૉ કિરણકુમાર પી પટેલ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત નર્મદા રાજપીપલાએ આરોપી
રજનીકાંત પરમાર સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અધિકારીએ તમામ આક્ષેપોને નકાર્યા
રાજપીપલા, તા.9
નર્મદા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીકે પી પટેલ સામે ગંભીર પ્રકારના ખોટા આક્ષેપો કરી ધમકી આપતાં આરોપી સામે પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદ ની વિગત અનુસાર આરોપી રજનીકાંત પરમારે આ કામના ફરીયાદીજિલ્લા આરોગ્ય અધિકારી ડૉ કિરણકુમાર પી. પટેલને તા.૦૩/03/૨૦૨૧ ના રોજ
૦૨ વાગે ફોન કરીને જણાવેલ કે તમે બે-ત્રણ અધિકારીઓ ભેગા મળી શનિવાર-રવિવાર પાર્ટી કરો છો, દારૂ પીવો છો, મજા કરો કરો છો, અને મહિલા કર્મચારીઓને રાત્રે
ઘરે બોલાવો છો, અને સોમવારે ઓફીસના વિધવા પટાવાળા બહેનો પાસે વાસણો ધોવડાવો છો દબાણ કરો છો શોષણ કરો છો અને મન ફાવે તેની બદલી કરો છો તેમ કહી
ગમે તેમ બોલી ધમકી આપી પોતાની કાયદેસરની ફરજ બજાવામાં દખલ ગીરી કરી ગુનો કરતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે અધિકારીએ પોતાની સામે ધમકી મા ઉંચારેલા તમામ આક્ષેપોખોટા હોવાનું જણાવી નકારી કાઢ્યા હતા.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા