જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પોતાની સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દરોમાં સોમવારે 0.10 ટકા ઘટાડાની જાહેરાત કરી છે. નવા દરો 12 ફેબ્રુઆરીથી લાગૂ કરાશે. બેંકનાં આ ઘટાડાને કારણે લોન લેનારા ગ્રાહકો માટે ઘર, વાહન અને અન્ય લોન સસ્તી થશે.બેંક તરફથી જાહેર કરાયેલાં નિવેદન મુજબ, વ્યાજદરોમાં ઘટાડા બાદ એક વર્ષની MCLR 8.25 ટકાથી ઘટીને 8.15 ટકા પર આવી ગઈ છે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમીક્ષાનાં થોડા દિવસ બાદ બેંક ઓફ બરોડાએ MCLRમાં ઘટાડો કર્યો છે.
RBIએ રેપો રેટને 5.15 ટકા પર યથાવત રાખ્યો છે. પરંતુ એક લાખ કરોડ સુધીની સિક્યોરિટીઝને રેપો દર પર ખરીદવાની જાહેરાત કરી છે.તેનાંથી બેંકો માટે ટ્રેઝરી ખર્ચ ઘટી જશે. બેંક ઓફ બરોડાએ એક મહીનાની લોન માટે MCLRને 0.05 ટકા ઘટાડીને 7.55 ટકા કરી દીધી છે. જ્યારે એક દિવસ, ત્રણ મહિના અને છ મહિનાના MCLRમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે