*મંદીને લઈને ભાજપના સાંસદે આપ્યું નિવેદન*

નવી દિલ્હીઃ દુનિયાભરમાં મંદીની ચર્ચાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વીરેન્દ્ર સિંહે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયાથી સાંસદ વીરેન્દ્ર સિંદે કહ્યું કે જો ખરેખર મંદી હોત તો લોકો પેન્ટની જગ્યાએ ધોતી-કૂર્તા પહેરવા લાગત.ભાજપ સાંસદે કહ્યું કે દુનિયા અને દિલ્હીમાં મંદીની ચર્ચા થઇ રહી છે. જો ખરેખર મંદી હોત તો અમે કુર્તા-ધોતી પહેરવા લાગ્યા હોત ના કે કોટ-જેકેટ પહેરીને આવત. જો હકીકતમાં મંદી હોય તો તો અમે કપડા, પેન્ટ-પાયજામા ખરીદી શકત નહીં.