એચ.એ.કોલેજ તથા વિદ્યાનગરની
બી.જે.વી.એમ કોલેજ વચ્ચે MOU થયા
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ અને વિદ્યાનગરની બી.જે.વી.એમ કોલેજ વચ્ચે શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટેના આદાનપ્રદાન કરવા માટેના MOU કરવામાં આવ્યા છે. બંન્ને કોલેજોની Best practices નો લાભ હવેથી વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોને મળશે. કોઈપણ કોલેજમાં સેમીનાર અથવા કોન્ફરન્સ યોજાશે ત્યારે બંન્ને કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. એચ.એ.કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે નવી શિક્ષણ નીતિમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે નિપૂણતા તથા જ્ઞાનનું આદાન પ્રદાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બે પ્રદેશોની સંસ્કૃતિ તથા રીતરીવાજોથી વાકેફ થવુ પણ જરૂરી છે. બી.જે.વી.એમ કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ.કેતકીબેન શેઠે બંન્ને કોલેજોના MOUને આવકારી સહયોગ આપવાની ખાતરી આપી હતી.