માસ્કની પોઝીશન અને તમારું વ્યક્તિત્વ
જેમ માસ્ક સરખી સાઈઝના નથી હોતા. એમ આપણા વ્યક્તિત્વ પણ એક સરખા નથી હોતા.. પણ તમારે કોઈ પણના વ્યક્તિત્વને પામવુ હોયતો એના માસ્કની પોઝિસન સમજવી પડશે..
1.ગળુ અને નાક બંને ઢંકાય એવું માસ્ક ધારણ કરનાર:આ ધારક કાયદાથી ડરનારો, 1000 રુપિયાનો દંડ ભરનારો અને અંત્યત બિકણ સ્વભાવનો હોય છે.. કદાચ કાયદા કાનૂનને માન આપનારો શુધ્ધ ભારતીય નાગરીક હોઈ શકે છે..
2.જેમ ધ્વજ અડધી કાઠીએ હોય તેમ અડધું નાક દેખાડીને માસ્ક ધારણ કરનાર:આ પ્રકારના ધારક બાંધછોડ કરનાર.. સમાધાનકારી વલણ અખ્યતાર કરનાર હોય છે. દુધ અને દહીંમા પગ રાખનાર હોય છે
3.પુરેપુરુ નાક બતાવી કેવળ મુછો હોંઠ હડપચી અને ગળુ ઢાંકનાર :આ પ્રકારના ધારક પોતાના નાક ઉપર માખી તો બેસવા દે છે. પણ માસ્ક નહિ. ઉંચી નાક આ માસ્ક ધારકોનું ઘરેણું છે. આ ધારકો નાક બાબતે અંત્યત સંવેદનશીલ હોય છે. નાક ઉંચું રાખવા માસ્ક નીચે કરવામા એમને સ્હેજ પણ શરમ નથી આવતી.
4.માસ્કનો ઉપયોગ કેવળ ગળું ઢાંકવા માટે કરનાર:આ પ્રકારના ધારકો પોતાના ગળાના ચાહક હોય છે ગળાના સમ ખાવા અને ખવડાવવાના અધિક શોખીન હોય છે.. ચહેરા પાછળ કરેલો ખર્ચો વસૂલ કરવા તત્પર હોય છે.. આ ધારકો અંત્યત ચપળ હોય છે. મુશીબત સમયે માસ્કને નાક સુધી ઢાંકવાની ત્વરિતતા લાવી શકવા સમક્ષ હોય છે. કાયદા અને કાનૂનને આવા લૌકો ઔપચારિકતા સમજે છે.. આવા ધારકો દુધમા અને દહીમા અને ધી મા એકસાથે પગ રાખનાર હોય છે..
5.માસ્ક ધારણ ન કરનાર નગ્નમુખા લોકો:આવા અધારકો કાયદા કાનૂન વહીવટીતંત્ર અને કોરોનાને ના ગાંઠનાર અંત્યત મનસ્વી હોય છે.. પેજ પ્રમુખથી લઇને પ્રદેશ પ્રમુખ અને સામાન્ય સેવકથી લઈને પ્રધાનસેવક સુધીના હોય શકે છે.. આ લોકો ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે એવી માનસિકતા ધરાવતા હોય છે…. આ અતિ પાવરફુલ અને સેટિંગ વાળી પ્રજાતિ હોય છે.
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા