તિલકવાડા તાલુકામાં કોંગ્રેસ માં ભડકો
150 થી વધુ કોંગી કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપ મા જોડાયા
રાજપીપળા તા 27
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ વિવિધ રાજકીય પક્ષોમાં ભર શિયાળે રાજકીય ગરમાવો આવી ગયો છે. જેમાં ખાસ કરીને નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતો ગુમાવી હતી .ત્યારે આ વખતે તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા નર્મદા ભાજપમાટે કપરા ચઢાણ છે.કોઈ પણ હિસાબે ચૂંટણી જીતવા સામ-દામ-દંડ-ભેદની રાજકીય નીતિ અપનાવી રહી છે .જેમાં ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જ તેમના કટ્ટર હરીફ બીટીપી અને કોંગ્રેસમાં ગામડા પાડવાનું શરૂ કર્યું છે.બે દિવસ પહેલા પણ ડેડીયાપાડા ખાતે બીટીપીના 300 જેટલા કાર્યકરોને ભાજપમાં જોડી દીધા છે.હવે તિલકવાડા તાલુકામાં કોંગ્રેસમા ગાબડું પાડીને 150 જેટલા કાર્યકરોને ભાજપમાં જોડયા છે. જોકે વિવિધ પક્ષના કાર્યકરોને ભારતીયજનતા પાર્ટીમાં જોડાયા પછી તે ભાજપાને કેટલો ફાયદો થશે એ તો સમય જ બતાવશે .ગઈકાલે ૨૬મી જાન્યુઆરીના રોજ તિલકવાડા તાલુકાના આમલિયા ગામે 150 જેટલાકોંગ્રેસ નાકાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા .જેમા મુખ્ય હોદ્દેદારોમા તિલકવાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હેતલબેન તડવી તેમજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અને
પંચાયત ના પૂર્વ પ્રમુખ નટુભાઈ ભીલ સાથે તિલકવાડા તાલુકા પંચાયતના સદસ્ય જમનાબેન પ્રેમાભાઈ ભીલ તેમજ એડવોકેટ શ્રેયશવગેરેને
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય શબ્દશરણભાઈ તડવી, તાલુકા ભાજપ પ્રમુખ
બાલુભાઈ બારીઆ, જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ પ્રજાપતિ, હિરેનભાઈ પટેલ
, અનિરુદ્ધ સિંહ ગોહિલમહામંત્રી મહેશભાઈ તડવી તેમજ રાકેશભાઈ ભીલ વરિષ્ઠ આગેવાન વલ્લભભાઈ જોશીસહિત ભાજપા નાં આગેવાનો કાર્યકરોની ઉપસ્થિતિ મા ખેસ પહેરાવી ભાજપામા જોડી દેતા તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા. આગામી દિવસોમા વધુ નવા રાજકીય સમીકરણો રચાય તો નવાઈ નહી
તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપળા