નિર્ભયા પહેલા એક કેસમાં પણ ચાર આરોપીને થઈ હતી ફાંસી, આવી હતી ઘટના

નિર્ભયા ગેંગરેપ કેસમાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ચુક્યું છે. દેશભરના લોકો નિર્ભયાને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. જો કે આ પહેલો એવો કેસ નથી જેમાં એક સાથે ચાર લોકોને ફાંસી આપવામાં આવનાર છે. આ પહેલા પણ એક કેસ હતો જેમાં ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી. 

 

આ પહેલા 1983માં પુનામાં જોશી અભયંકર હત્યા કેસમાં ચાર દોષીઓને એક સાથે ફાંસીઆપવામાં આવી હતી. ચારેય આરોપીઓને યરવડા જેલમાં જ ફાંસી આપવામાં આવી હતી. આ દોષીઓમાં રાજેંદ્ર જક્કલ, દિલીપ સુતાર, શાંતારામ અને મુનાવર હારુન હતા. તેમને 25 ઓક્ટોબર 1983ના રોજ ફાંસી આપવામાં આવી હતી. 

શું હતી ઘટના

જોશી અભયંકર હત્યાકાંડમાં આરોપીઓએ જાન્યુઆરી 1976થી માર્ચ 1977 વચ્ચે 10 હત્યા કરી હતી. આ મામલે આરોપી સુભાષ ચંડક સાક્ષી બની ગયો હતો. આ આરોપીઓને નશાની લત હતી અને બાઈક પર સવાર થઈ નીકળતા અને લૂંટ ચલાવી હત્યા કરતાં. તેમણે પહેલી હત્યા 16 જાન્યુઆરીના રોજ કરી હતી અને ત્યારબાદ લૂંટ અને હત્યાઓનો સિલસિલો ચાલતો રહ્યો. તેમના કારણે મહારાષ્ટ્રમાં તેમના નામથી લોકો ડરવા લાગ્યા અને સાંજ 6 કલાક પછી બહાર નીકળવાનું ટાળતાં.