એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી – એક જાગૃત નાગરીક

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદી – એક જાગૃત નાગરીક

આરોપીઓ- (૧) મનુભા નારણજી જાડેજા, હોદ્દો- ઇન્ચાર્જ જેલ અધિક્ષક (જેલર ગ્રુપ-૨) ગળપાદર જીલ્લા જેલ વર્ગ- ૩, ગાંધીધામ.
(૨) મહેબુબખાન જીવાભાઇ ચૌહાણ, હોદ્દો- જેલર ગ્રુપ-૨ ગળપાદર જીલ્લા જેલ વર્ગ-૩, ગાંધીધામ.

ગુનો બન્યા તારીખ-૨૫/૦૧/૨૦૨૧
ગુનાનું સ્થળ- ગળપાદર જીલ્લા જેલની અંદર,
ગળપાદર તા- ગાંધીધામ જી.કચ્છ

લાંચની માંગણીની કુલ રકમ – રૂ.૧,૩૨,૦૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ – રૂ.૧,૩૨,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ – આરોપી નંબર (૧) પાસેથી રૂ.૧,૦૦,૦૦૦/- તથા આરોપી નંબર (૨) પાસેથી રૂ. ૩૨,૦૦૦/- મળી કુલ રૂ.૧,૩૨,૦૦૦/- રીકવર કરેલ છે.

ગુનાની ટૂંક વિગત –
આ કામમાં હકીકત એવી છે કે, ફરીયાદીશ્રીના પિતા તથા અન્ય આરોપીઓને જેલમાં હેરાનગતિ ન કરવા તથા હાઇસીક્યુરીટીમાં નહી મુકવા માટે આરોપી નં. (૧) તથા આરોપી નં. (૨) નાએ ફરીયાદીના સાહેદો પાસેથી લાંચ પેટે કુલ રૂ.૧,૩૨,૦૦૦/- ની માંગણી કરતા હોય ફરીયાદીશ્રી તથા સાહેદનાઓ આ લાંચના નાણાં આપવા માંગતા ના હોય ફરીયાદીશ્રીની ફરીયાદ આધારે બે સરકારી પંચો સાથે રાખી તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદીના સાહેદો પાસેથી આરોપી નંબર (૧) નાઓએ રૂ ૧,૦૦,૦૦૦/- સ્વીકારી તેમજ આરોપી નંબર (૨) નાઓએ કુલ રૂ. ૭,૦૦૦/- તથા આરોપી નંબર (૧) વતી રૂ.૨૫,૦૦૦/- એમ કુલ રૂ.૩૨,૦૦૦/- સ્વીકારી બન્ને આરોપીઓએ એક બીજાના મેળાપીપણાથી પંચો રૂબરૂમાં લાંચની કુલ રકમ રૂ.૧,૩૨,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ છે.

ટ્રેપ કરનાર અધિકારી – શ્રી એમ.વી.પટેલ, પોલીસ ઇન્‍સ્‍પેકટર, ફિલ્ડ (ઇન્ટે.) એ.સી.બી ગુ.રા.અમદાવાદ તથા ટીમ.

સુપરવિઝન અધિકારી – શ્રી એન.ડી.ચૌહાણ, મદદનીશ નિયામક, એ.સી.બી.ફિલ્ડ-૩, (ઇન્ટે.) ગુ.રા.અમદાવાદ