લોકશાહી દેશમાં જેટલો મતદાતા જાગૃત એટલો દેશ સલામત : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ. તથા એન.સી.સી. ધ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે કોઈપણ લોકશાહી દેશમાં મતદાતા એ દેશનું ભાવી નક્કી કરે છે. દેશનું સુકાન કોને સોપવુ તે દેશનો નાગરીક નક્કી કરે છે.આદર્શ લોકશાહી ટકાવવી હોય તો મતદાન કરવુ ખુબજ જરૂરી છે. લોકશાહી એટલે જ લોકો ધ્વારા,લોકો વડે તથા લોકોથી ચાલતુ રાજ્ય. જેટલો મતદાતા જાગૃત એટલો દેશ સલામત. દરેક મતદાતાએ જ્ઞાતી, જાતી કે ધર્મને ધ્યાનમાં લીધા વીના તટસ્થપણે માત્ર દેશની પ્રગતી તથા સલામતીને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ. કાર્યક્રમના અંતે કોલેજનાં વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા કે “હું તટસ્થપણે મતદાન કરીશ તથા મારા કુટુંબીજનો તથા મિત્રો તથા પાડોશીઓને પણ મતદાન કરવા પ્રેરીશ.” એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફીસર પ્રા.ચૌધરી તથા એન.સી.સી. કોઓર્ડીનેટર પ્રા.વસાવાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા.ચેતન મેવાડાએ કર્યું હતુ.