નાંદોદના માંગરોળ ગામે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ.

નાંદોદના માંગરોળ ગામે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ.

શિબિરમાં મહેન્દ્રભાઈ દ્વારા ગ્રામ સ્વરાજ અને ગાંધી વિનોબા વિષય પર સંવાદ યોજાયો.

શહેરોમાં માત્ર કચરાના જ નહિ,મનના ઉકરડા પણ છે.

ગામના લોકોને ગામમાં જ કામ મળે અને આર્થિક સ્વતંત્ર આવે તે ખૂબ જરૂરી. ગામડું એ ગામડું રહે તે ખુબ જરૂરી.

ગામડાની આત્મનિર્ભર બનાવવા પર ભાર મુકાયો.

રાજપીપળા,તા.25

નાંદોદના માંગરોળ ગામે કોબા જીવન તીર્થ સંસ્થા ખાતે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઇ હતી. જેમાં પ્રયાસ માંગરોળના ટ્રસ્ટીઓ, મુખ્ય સંચાલિકા બહેનો, અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં મહેન્દ્રભાઇ દ્વારા ગ્રામસ્વરાજ અને ગાંધી, વિનોબા વિષય પર સંવાદ યોજાયો હતો.મહેન્દ્રભાઈએ બહુ સરળતાથી ગ્રામસ્વરાજ કેમ જરૂરી તે તરફ રસ્તો ચીંધ્યો. તેમણે જણાવ્યું હતું કે ગામોનું સ્વરાજ ખૂબ જરૂરી છે. વિનોબા ના માટે નફા વગરની બજાર અને સત્તા વગર ની સરકાર મળે તો માત્ર ગ્રામ સ્વરાજ નહીં સંપૂર્ણ સ્વરાજની ઉત્તમ સ્થિતિ પ્રવર્તી શકે. પરંતુ આજનીકબડી વાસ્તવિકતાને આધારે આપણી જીવનશૈલી ગોઠવાયેલી છે.એમણે સાત પ્રકારના શાસન માંથી આપણે કયું શાસન પસંદ કરીશું ? ૧. રાજાનું રાજ્ય,2.સ્વરાજ્ય,3. નગર રાજ્ય,4.મૂડીવાદી વ્યવસ્થા, 5. સામ્યવાદી વ્યવસ્થા,6. કલ્યાણવાદી વ્યવસ્થા અને 7. સામ્યયોગી વ્યવસ્થા (શોષણ રહિત અને શાસન મુક્ત). તતેના દાખલા સાથે દરેકની સમજણ આપી હતી.અને ભોગવાદી સંસ્કૃતિ ને બદલવાની તાતી જરૂર અંગે જણાવ્યું હતું.

આધુનિકતા અને ગ્રામસ્વરાજ વિષે પર મુ રાજેન્દ્ર ખીમાણીએ સમજણ આપી કે આજના જમાના ની દરેક બાબતમાં ઝડપએ આધુનિકતા નથી.ઉર્જા અને કાચા માલને જરૂર પૂરતો વાપરવો એને આધુનિકતા કહી શકાય.ભારતીબેને સરસ સમજાવ્યું કે શહેરોમાં માત્ર કચરાના જ નહીં, મનના ઉકરડા પણ છે.ગામના લોકોને ગામમાં જ કામ મળે અને આર્થિક સ્વતંત્રતા આવે તે ખૂબ જરૂરી.ગામડું એ ગામડું રહે તે ખૂબ જરૂરી. મહેન્દ્રભાઇએ સમજાવ્યું કે અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, ઉર્જા, શિક્ષણ, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ

આ ૭ બાબતે ગામડા આત્મનિર્ભર થવા જોઈએ તે ખૂબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા