તિલકવાડા તાલુકાના રેંગણ ગામેથી પતંગના દોરાથી ઘુવડપક્ષી ગંભીર રીતે ઘવાયું
વન વિભાગ દ્વારા
દુર્લભભ પ્રજાતીના ઘુવડને રેસ્ક્યૂ કરી નેબચાવી લેવાયું
રાજપીપળા, તા 15
ઉતરાણ પર્વેતિલકવાડા તાલુકાના રેંગણ ગામેથી પતંગના દોરામા ઘુવડપક્ષીફસાઈ જાતા તે ગંભીર રીતે ઘવાયું હતું. આ અંગે તિલકવાડાના સામાજિક વનીકરણ વન વિભાગને માહિતી મળી હતી કે રેઁગણ ગામે પતંગના દોરામાં એક ઘુવડ પક્ષી ફસાઈ ગયું હતું..જેની જાણ થતાં ફોરેસ્ટર સોમભાઈ તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ને ઘાયલ ઘુવડ ને તિલકવાડા પશુ-દવાખાનામાં લઈ આવ્યા હતા જ્યાં પશુ ચિકિત્સક દ્વારા સારવાર આપવામાં માં આવી હતી
આ અંગેપ્રાણી અત્યાચાર ક્રૂરતા નિવારણ ટીમ ના નીરવ તડવી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું આ ઘુવડ Eurasian eagle-owl પ્રજાતી નું હતું.જેને ગુજરાતીમાં મોટો ઘુવડ કે પથ્થરાળ ઘુવડ તરીકે ઓળખવામાં આવે છે..આ ઘુવડ ની પ્રજાતીનો ઉપયોગ તાંત્રિક વિધીમાં થવાને લીધે આ પ્રજાતી નામ શેષ થવા ના આરે છે..GSPCA ટીમ દ્વારા ગુજરાત ના અલગ અલગ વિસ્તારમાં રેસ્ક્યૂ કરી દુલભ પ્રજાતી ના ઘુવડ ને બચાવી લેવામાં આવ્યા હતા.. નીરવ તડવીએ અપીલ કરતા જણાવ્યું હતું કે આપણી આજુબાજુ આવું કોઈ વન્યજીવ ધ્યાલ અવસ્થામાં દેખાઈ તો તત્કાલીક વન વિભાગને જાણ કરવી
તસવીર: જ્યોતિ જગતાપરાજપીપળા