શિક્ષણ વિભાગના પરિપત્રનું ઉલ્લંઘન સ્કૂલના પ્રવાસની બસ પલટી

નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પરિપત્ર પ્રમાણે બસ સવારે છ વાગ્યા બાદ નીકળવી જોઈતી હતી જો કે પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, એક દિવસનો પ્રવાસ હોય વાલીઓની મંજૂરી સાથે તેઓ નીકળ્યાં હતાં