મોવી ગામે ખૂન અનડિટેક્ટર ગુનાના કામમાં વપરાયેલ હથિયારો સાથે આરોપીની ધરપકડ કરતી નર્મદા એલસીબી પોલીસ.

મોવી ગામ ના લગ્ન ના વિડીયો શુટીંગ નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી જેમાં વિડીયો શુટીંગ માં આશરે 300 થી વધારે ઈસમો માંથી શકમંદોને અલગ અલગ તારવી તેમના ફોટો ડેવલપ કરી તમામ શકમંદોની યુક્તિ પ્રયુક્તિની પુછપરછ કરાઈ.
છાતીના જમણા ભાગે છરો મારી જે છોકરો તેના પેટમાં સંતાડી ભાગી ગુનાના કામે વપરાયેલ છરો તેમજ પહેરેલા કપડા રિકવર કરાયા.

રાજપીપળા નજીક આવેલ મોવી ગામના મર્ડર કેસના આરોપીને એલસીબી પોલીસે ઝડપી જેલભેગો ભેગા કર્યા છે. મોવી ગામે રહેતા જયેશભાઈ રમેશભાઈ વસાવવાનો લગ્નમાં નાચવા બાબતે ઝઘડો થતાં, કોઇ અજાણ્યા ઇસમે છરો મારી જઈશ જયેશ વસાવાને મોતને ઘાટ ઉતારી ખૂન કરવાની ઘટનામાં ખૂન કરનાર આરોપીને એલસીબી પોલીસે ગુનાના કામે વપરાયેલ હથીયાર સાથે આરોપીની ધરપકડ કરી છે.
આ ખૂનનો ગુનો ડિટેક્ટ કરવા એ.એમ.પટેલ પોલીસ ઇન્ચાર્જ એલસીબી તથા સી.એમ.ગામીત પોસ્ટ એલસીબીના તથા એલસીબી પોલીસ સ્ટાફ મારફતે વિશેષ પૂછપરછ તથા તપાસ શરૂ કરેલ જે દરમિયાન ગામના લગ્નના વિડીયો શુટીંગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી. જેમાં વિડીયો શુટીંગ માં આશરે 300 થી વધારે ઈસમો માંથી શકમંદોને અલગ તારવી તેમના ફોટા ડેવલોપ કરી તમામ શકમનદોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા નવારાજુવાડીયા ગામ ખાતે રહેતા હિમાંશુ હસમુખભાઈ વસાવાને સતત કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરેલી કે મરણજનાર સાથે લગ્નમાં નાચવા બાબતે ઝઘડો તથા ભીડનો લાભ લઈ મરણજનાર જયેશને છાતીના જમણા ભાગે છરો મારી જે છરો તેના પેટમાં સંતાડી ભાગી ગુનાના કામે વપરાયેલ છોરો તેમજ જે તે સમયે પહેરેલા કપડા રિકવર કરી અનડિટેક્ટર ખૂનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે.