દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તાર મોસ્કુવા, સીંગલવાણ ફળિયાના આરોપી પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થ ઝડપાયો.
જીલેટીન સ્ટીક નંગ.47 તથા ઈલેક્ટ્રીક ડિટોનેટર નંગ.47 મોબાઈલ ફોન સહિત કુલ કિં.રૂ. 3790/- ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ.
અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો.
રાજપીપળા,તા.24
નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તાર મોસ્કુવા, સીંગલવાણ ફળિયાના આરોપી પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થ ઝડપી પડ્યો છે.જેમાં જીલેટીન સ્ટીક નંગ.47 તથા ઈલેક્ટ્રીક ડિટોનેટર નંગ.47 મોબાઈલ ફોન સહિત કુલ કિં.રૂ. 3790/- ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરાયો છે.
પોલીસ સૂત્રોના સત્તાવાર જણાવ્યા અનુસાર નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહ ના ઓ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે. ડી. જાટ એસઓજી શાખા નર્મદા તથા એસ.ઓ.જી શાખાને સ્ટાફના માણસો દ્વારા એએસઆઇ રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈની બાતમીના આધારે ગંભીરભાઇ સુખલાલભાઈ વસાવા (રહે મોસ્કુટ, સીંગલવાણ ફળિયુ) પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટક મુદામાલ જીલેટીન સ્ટીક નંગ.47 તથા ઈલેક્ટ્રીક ડિટોનેટર નંગ.47 મોબાઈલ ફોન કી.રૂ.500/- સહિત કુલ કિં.રૂ. 3790/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ તથા આ મુદ્દામાલ આપનાર સુરેશભાઈ ભવરલાલ મારવાડી (રહે, સેલાંબા) ને વોન્ટેડ જાહેર કરી દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્ષપ્લોઝીવ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા