સમાજમા કોરોના રસીકરણ પ્રત્યેની ગેર માન્યતાઓ દૂર કરવા તમામ પોતે વેક્સિંગ લઇ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા તબીબો..

સમાજમા કોરોના રસીકરણ પ્રત્યેની ગેર માન્યતાઓ દૂર કરવા તમામ પોતે વેક્સિંગ લઇ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડતા તબીબો..

અમદાવાદ: કોરોના કાળનો સદાયને માટે અંત આવે તે હેતુથી સમગ્ર દેશમાં આઠ દિવસથી આરોગ્ય વિભાગના ડોક્ટર,હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ જીલ્લાના સાત તાલુકાઓમાં અને નવ સેશન સાઈટ પર આજ રોજ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ ૬૪૧ કોરોના વોરિયર્સને રસી આપવાનો લક્ષ્યાંક પુરો પાડવામાં આવ્યો હતો.

કાર્યરત સાણંદ જનતા હોસ્પિટલના સ્થાપક ડોક્ટર તપન શાહ કહે છે કે, ‘ શરૂઆતમા સ્ટાફ ની અનિચ્છા, આસપાસના લોકોનોં વિરોધ, સાધનોની અછત જેવી અનેક સમસ્યાઓ આવી પણ અમારો જુસ્સો બુલંદ હતો અને કોઈ એ તો પહેલ કરવી જ પડશે એવા મક્કમ ઇરાદા સાથે અમે કોરોના સામે લડાઈ મા સરકાર ને સાથ આપવાનું નક્કી કર્યું…

સાણંદના સૌથી વયોવૃદ્ધ દર્દી. ૯૫ વર્ષ ના દાદી ને જ્યારે ક્રિટિકલ પરિસ્થિતિ મા થી બહાર લાવવાની સાથે 2000 થી પણ વધુ દર્દીઓ ની સફળ સારવાર સાથે સાણંદ જનતા હોસ્પિટલે સાણંદ, બાવળા, વિરમગામ, લીમડી, તથા ધંધુકા તાલુકા ઉપરાંત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ના દર્દીઓ ને કોરોના ની આંતરરાષ્ટ્રીય સ્તર ની સારવાર આપી છે….

ડોક્ટર તપન ઉમેરે છે કે, ‘વેકસીન એ એક માત્ર ઈલાજ તરીકે માણસ જાત પાસે રહેલ હથિયાર છે અને સમાજ મા તેનાં પ્રત્યેની ગેર માન્યતાઓ દૂર કરવા તમામ મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફે વેકસીન લઈને સમાજમા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોનાની લડાઈ લાંબી છે અને ગવર્ન્મેન્ટ તથા પબ્લિક ના તાલમેલ વગર તેને જીતવી અશક્ય છે. ત્યારે આ વેક્સિન લઈને લોકોએ પણ સહયોગ આપવો જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું…”જીલ્લાના ધોળકામાં ૭૩,બાવળા-૮૦ , વિરમગામ તાલુકાના કુમરખાણમા ૫૧ અને કરકથલમા ૧૦૨, દસ્ક્રોઈ ખાતે ૧૦૦ અને ૧૦૮ ના ફ્રન્ટ લાઈન વર્કસ,સરકારી આરોગ્ય કર્મચારીઓ, પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ,આશા વર્કર અને આંગણવાડીના બહેનો સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

રસીકરણ બાદ કોઇ પણ વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઇ નથી. વિરમગામ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, ધોળકા ખાતે ડૉ.મુનીરાબેન, બાવળા ખાતે ડૉ.ગાંગાણી, દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ખાતે રિઝનલ ડેપ્યુટી ડિરેક્ટર ડૉ.સી.જી.પટેલ અને જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.