ઓટો એક્સપો 2020માં હૈદરાબાદ સ્થિત ઈલેક્ટ્રિક બસ મેકર ઓલેક્ટ્રા-BYD એ પોતાની નવી ઈલેક્ટ્રિક બસ ઓલેક્ટ્રા C9 ને લોન્ચ કરી દીધી છે. જો કે, આ બસની કિંમત વિશે હજુ સુધી કોઈપણ પ્રકારની માહિતી સામે આવી નથી. મીડિયા ડેના બીજા દિવસે એટલે કે, 6 ફેબ્રુઆરીના રોજ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ આ બસને લોન્ચ કરી હતી
આ બસમાં ડ્રાઈવર સીટની સામે સેસિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ડ્રાઈવરના ચહેરાને મોનિટર કરે છે. એટલે કે, ડ્રાઈવિંદ દરમિયાન જો ડ્રાઈવરને ઊંઘ આવી જાય તો, તેને એલર્ટ કરવા માટે આલાર્મ વાગશે. પેસેન્જર સેફ્ટી માટે આ બસમાં કેમેરા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જેમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી ભારતીય કંપની આઈ ટ્રેંગલે તૈયાર કરી છે. આ બસમાં ખાસ પ્રકારનું સસ્પેન્શન આપવામાં આવ્યું થે, જે બધા જ પ્રકારના રસ્તાઓ જેવા કે, ખાડ-ખબડા, સ્પીડ બ્રેકર પર એડજેસ્ટ કરે છે. કંપની આ વર્શની લગભગ 300 યૂનિટ તૈયાર કરશે.