અમદાવાદની નીમા સ્કૂલ દ્વારા જરૂરતમંદ વાલીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી ‘રાઈડ ટુ સેફટી વિક’ ની ઉજવણી કરી..

અમદાવાદની નીમા સ્કૂલ દ્વારા જરૂરતમંદ વાલીઓને નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી ‘રાઈડ ટુ સેફટી વિક’ ની ઉજવણી કરી..

અમદાવાદ: હાલ કોરોનાની મહમારીમાંથી લોકો બહાર આવી રહ્યા છે રોજિંદા જીવન અને વ્યવહારનું ગાડું પાછું ધીમે ધીમે પાટે ચઢવા લાગ્યું છે. આ મહામારી દરમ્યાન નાના થી નાના અને મોટા થી મોટા ઉદ્યોગ જીવન જરૂરિયયાતની વસ્તુ સર્વે જગ્યાએ મોટી અસર પડી છે ખાસ કરીને તેમાં છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ. પરંતુ આ કોરોનારૂપી પડકારને ઝીલવા ગુજરાતની પ્રજા તેમજ ખાસ કરી અમદાવાદના લોકો, બાળકો તટસ્થ બની સામનો કરવામાં સફળ રહ્યા છે. કપરા કોરોના કાળમાં પણ સ્કૂલના વિદ્યાર્થીઓ, સ્કૂલના શિક્ષકો, બાળકોના વાલીઓ સમાજ માટે જરૂરી તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ચાલતી આવતી સેવાકીય પ્રવૃત્તિઓને કાયમ રાખી છે…એ પછી પક્ષી બચાવો અભિયાન હોય, સેફ્ટી વિક હોય કે રક્તદાન હોય..

વાત કરીએ અમદાવાદના વાડજ માં આવેલ નિમા વિદ્યાલયની કોરોનાના કપરા સમયમાં પણ ઓનલાઇન રહી શાળા દ્વારા રાઈડ ટુ સેફ્ટી વિકની ઉજવણી કરવામાં આવી જેમાં જરૂરતમંદ વાલીઓને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 264 વાલીઓને હેલ્મેટ વિતરણ કરાયું હતું જેમાં દિલ્હીની એનજીઓ રાગ ના પ્રતિનિધિ વિજયસિંહ રાજપૂત દ્વારા દરેક વાલીને સેફ્ટી માટેની ટિપ્સ પણ આપવામાં હતી જેથી વાલીઓ પણ રોડ દુર્ઘટના થવાથી સુરક્ષિત રહે. આ ઉપરાંત સ્કૂલના બાળકો પણ પોતાની હિંમત દાખવતા નિમા સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો દ્વારા થેલેસમિયાના દર્દીઓ માટે 93 બોટલ લોહી એકઠું કરી સ્કૂલના સન્માનમાં વધારો કરતા ઉત્તમ સેવાભાવી કાર્ય કરી બતાવ્યું. જ્યારે ઉત્તરાયણના 2 દિવસોમાં આ સ્કૂલ દ્વારા સહકાર આપી વિનોદભાઈ ચૌહાણ દ્વારા સંચાલિત સ્વાભિમાન ગ્રુપ સાથે પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અબોલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા. સ્કૂલના આચાર્ય સહદેવસિંહ સોનાગરાના જણાવ્યા મુજબ કોરોનાના કપરા કાળમાં સરકારની સાથે રહી કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરી બાળકોનું શિક્ષણ ન જોખમાય તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા અને ધોરણ 10 અને 12ના બાળકો માટે કોવિડની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવ્યો અને તેમને શિક્ષા પ્રદાન કરવાનું શરૂ કરવામાં આવ્યું.. નિમા સ્કૂલ દ્વારા બાળકોના ભવિષ્યના સાથે સાથે જરૂરિયાતમંદ વાલીઓને પણ મદદ કરતા તેઓની સેફ્ટી માટે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કરી તેમને પણ સુરક્ષા પ્રદાન કરવાનું સેવાભાવી કાર્ય કરવામાં આવ્યું. આમ આવા કપરા સમયમાં પણ સ્કૂલના શિક્ષકો, બાળકો, અને તેમના વાલીઓ એક તાંતણે બંધાઈ સેવા સહકારી સાથે લોકો માટેના સેવાભાવી કાર્યોને અંજામ આપતા આવી રહ્યાં છે જે ગુજરાતની પ્રજા માટે ગર્વની વાત કહી શકાય..