મધ્યાહન ભોજન માટે રસોઇના વાસણોની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સાગબારા તાલુકાના
નાનીદેવરૂપણ નવવસાહત પ્રાથમિક શાળામા તસ્કરો નો તરખાટ

કૂલ રૂા.૧૯,૨૦૦/-ના
મધ્યાહન ભોજન માટે રસોઇના વાસણોની ચોરી

રાજપીપલા, તા 14

સાગબારા તાલુકાના
નાનીદેવરૂપણ નવવસાહત પ્રાથમિક શાળાના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જેમાં
કૂલ રૂા.૧૯,૨૦૦/-ના
મધ્યાહન ભોજન માટે રસોઇના વાસણોની ચોરીની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ અંગે ફરિયાદી રાજુભાઇ રેવજીભાઇ વસાવા હાલ (રહે.
ટાવલ, તા.સાગબારો, જીલ્લો નર્મદા મુળ
રહે.ચીકદા,તા.ડેડીયાપાડા,જીલ્લો નર્મદા)એ ફરિયાદ નોંધાવી છે

ફરિયાદની વિગત અનુસાર કોઇ અજાણ્યો ચોર ઇસમ નાની દેવરૂપણ નવી વસાહત પ્રાથિમક શાળાના કુલ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી સ્કુલના રસોડા રૂમના બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી મધ્યાહન ભોજન માટે ફાળવેલ રસોઇ બનાવવાના વાસણો કુલ રૂા.૧૯,૨૦૦/-ના માલસામાનની ચોરનાસી જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા