રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી : કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રાષ્ટ્રીય કોન્ફરન્સ નો પ્રારંભ

▪ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનિએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું

▪ મહાનુભાવોના હસ્તે ઔષધિય વનસ્પતિઓનું વૃક્ષારોપણ કરાયું.

રાજપીપલા, તા 31

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેનું આજે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનિએ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું આ કોન્ફરન્સમાં રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ, સચિવઓ ભાગ લીધો અને વિવિધ મિશન આધારિત વિચાર-વિમર્શ કર્યો કાર્યક્રમ માં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુજપુરા, ગુજરાત સરકાર ના મંત્રી ગણપતસિંહ વસાવા, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે ની ખાસ ઉપસ્થિત રહ્યા

આ બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ તા. ૩૦ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ વિવિધ રાજ્યોના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીઓ તથા સચિવઓ વિશ્વની ૧૮૨ મીટર સૌથી ઊંચી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી આજે કોન્ફરન્સના બીજા દિવસ તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ના રોજ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું અને મિશન પોષણ ૨.૦, મિશન વાત્સલ્ય તથા મિશન શક્તિ જેવાં વિવિધ વિષય પર વુસ્તૃત ચર્ચા થઈ હતી

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા