ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત.

ગુજરાતમાં ડ્રેગન નામનું ફળ હવે કમલમ નામથી ઓળખાશે: સીએમ રૂપાણીની જાહેરાત.

ગાંધીનગર: દુનિયામાં પ્રચલિત ફળ ડ્રેગન ફ્રૂટ હવે ગુજરાત કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ફ્રૂટ માટે ડ્રેગન શબ્દ શોભે તેવો નથી. રાજ્યના સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ડ્રેગન ફ્રૂટ કમળ જેવું દેખાતા આ ફળને સંસ્ક્રુત શબ્દ કમલમ નામ આપવામાં આવશે. જેના પેટર્ન માટે રાજ્ય સરકાર દ્વારા અરજી પણ કરવામાં આવી છે. ડ્રેગન ફ્રૂટ પિતાયા તરીકે ઓળખાય છે. ડ્રેગન ફ્રૂટનું વૈજ્ઞાનિક નામ હિલોકેરેસ કેક્ટ્સ છે. નારંગી, કેરી પપૈયું, કેળા કરતા આ ફ્રૂટ સૌથી વધુ ગુણકારી હોય છે.