ગરુડેશ્વર તાલુકા માં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ ભટકર.
આ યોજના થકી ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે.
રાજપીપળા,તા. 19
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ ગુજરાત સરકારના વન અને આદિજાતિના મંત્રી રમણભાઇ પાટકરે કરાવ્યો હતો.આ યોજના થકી ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે.જેને લઇને ખેડૂતોની ખેતી પણ સારી થશે.તેમજ ખેત ઉત્પાદન પણ વધશે તથા રાત્રીના જે ઉજાગરા કરવા પડતા હતા,તે પણ હવે બંધ થઈ થશે. તેમ જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
આ કાર્યક્રમમાં તેઓની સાથે પૂર્વ મંત્રી રમણભાઈ તડવી તથા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તથા બાળ આયોગ વિકાસના ચેરમેન ભારતીબેન તડવી સાથે નર્મદા જિલ્લા પંચાયત સદસ્ય શારદાબેન તડવી, પી.કે. તડવી સાથે મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતો તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ની પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા