તિલકવાડામા વધુ એક ચાઇનીઝ ઘાતક દોરી થી ઘુવડ પક્ષી ઘવાયું
રેસ્ક્યુ કરીને દોરીમા ફસાયેલ ઘુવડને મુક્ત કરી સરવાર આપી બચાવી લેવાયું
વન વિભાગ અને જીવ દયા પ્રેમીઓએઘુવડ ને જીવતદાન બક્ષ્યું
રાજપીપળા તા,17
આજ રોજ વહેલી સવારે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ ટીમ ને માહિતી મળીહતી કે તિલકવાડાના સાતમાતા મંદિર વિસ્તારમાં ચાઈનીઝ દોરી ગંભીર રીતે ઘુવડ પક્ષી ફસાઈલે છે.જેની જાણ નીરવ તડવી ફોરેસ્ટર જે.એમ.ચૌહાણ ને થતા સ્થળ પર પહોંચી ઘુવડ ને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું ત્યાં બાદ ઘુવડ ને તિલકવાડા પશુ દવાખાને લઈ જવામાં આવ્યું જ્યાં ડૉ. મિતેષ પરમાર દ્વારા પાંખ માં ફસાઇલ ચાઈનીઝ દોરી ને રિમવું કરવામાં આવી હતી.આ ઘુવડ એ રેવી દેવી પ્રજાતી નું હતું..જે સારવાર બાદ તેના કુદરતી નિવાસસ્થાને મુક્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી…
વન વિભાગ અને જીવ દયા પ્રેમીઓએઘુવડ ને જીવતદાન બક્ષ્યુંહતું
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા