કોરોનાની મહામારી અને બર્ડ લ્યુના દહેશત વચ્ચે ૯ મહીનાના લાંબા અંતરાલ બાદ રાજપીપળાવાસીઓએ
ધાબા, અગાસીપર ચઢીને પહેલીવાર પરિવાર સાથે માસ્ક પહેરીને પતંગ પર્વ મનાવ્યું
રાજપીપળાવાસીઓએ ઉતરાણ અને વાસી ઉતરાણ બે દિવસ આનંદ ઉલ્લાસભેર પતંગપર્વ મનાવ્યુ
પતંગરસીયાઓએ ગોગલ્સ ટોપી પહેરીને ડીજેના તાલે પતંગો ઉડાડી,
ઉધીયુ પુરી, જલેબી અને તલના લાડુ, ચીકીની મઝા માણતા રાજપીપળા વાસીઓ
રાજપીપળામાં ટનબંધી શેરડીનુ થયુ વેચાણ, આદિવાસીઓએ રિવાજપ્રમાણે મામાએ ભાણેજને કર્યુ શેરડીનુદાન
ગાયોને ઘુઘરા, તલના લાડુ ખવડાવતી મહીલાઓએ પણદાનપૂણ્ય કર્યુ
નર્મદામાં ડૂબકી લગાવી હજારો શ્રધ્ધાળુઓએ કર્યુ નર્મદા સ્નાન
રાજપીપળા,તા૧૫
કોરોનાની મહામારી અને બર્ડ ફ્યુના દહેશત વચ્ચે ૯ મહીનાના લાંબા અંતરાલ બાદ રાજપીપળાવાસીઓએ
ધાબા, અગાસી પર ચઢીને પહેલીવાર પરિવાર સાથે માસ્ક પહેરીને આનંદ ઉલ્લાસભેર પતંગપર્વ
મનાવ્યુહતું.રાજપીપળા સહીત નર્મદા જિલ્લામાં રાજપીપળામાં બે દિવસની રજાને કારણે પતંગ પર્વ મનાવવામાં
પતંગ રસીયાઓમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ગુરુવારની ઉતરાણ અને શુક્રવારની વાસી ઉતરાણની જાહેર
રજામા રાજપીપળામા પતંગ રસીયાઓએ ઉતરાણપર્વનો ભરપુર આનંદ માણ્યો હતો.જેમાં અગાસી, ધાબા
પરચઢીને પતંગરસીયાઓએ માસ્ક સાથે માત્ર રિવારવ જનો સાથે જ ગોગલ્સ ટોપી પહેરીને ડીજેના તાલે પતંગો
ઉડાડી કાઇપો.કાઇપો ની બૂમો પાડીપીપુડા વગાડીને પતંગ પર્વ આનંદ અને ઉલ્લાસભેર મનાવ્યુ હતુ હતુ જેમા
યુવાક યુવતીઓ, બાળકો સહીત મોટેરાઓ સૌ કોઇએઉતરાણ પર્વ મનાવ્યુ હતુ.જેને કારણે રાજપીપળાનું આકાશ
રંગબેરંગી પતંગોથી ભરાઇ ગયુ હતુ.
જ્યારે રાજપીપળાના બજારોમા પતંગદોરાની ધૂમ ખરીદી નીકળી હતી,લીમડા ચોક,સ્ટેશન રોડ,અને
મહાવિદ્યાલય રોડ પંતગોની દુકાનોથી ભરચક થઈ ગયો છે,પતંગોખરીદવા મેળા જેવા દશ્યો સર્જાયા હતા.
લાખોના પતંગો વેચાઇ જતા વેપારીઓને ચાંદી થઇ ગઇ હતી
» **
રાજપીપળા બંને દિવસે બજારમાં ઉધીયા અને જલેબીનું ધુમ વેચાણ થયુ હતુ. જેમારાજપીપળાના બજારમાં
હોટેલો વાળાઓએ ઉધીયુ. અને જલેબી ના માંડવા બાંધી વેચાણ શરુ કરતા સવારથીજ ઉધીયા અને જલેબી
ખરીદવા લોકોની પડાપડી થઇ હતી.લીમડાચોક વિસ્તારમા સ્થાનીક લોકો પણ સીઝનલ ધંધો કરવા માટે ઉધીયા
અને જલેબીની દુકાનો ખોલીને બેસતા તે પણ ચપોચપ વેચાઈ ગયુ હતુ. બે દીવસ લોકોએ ઉધીયુ પુરીજલેબીની
મીજબાની માણી હતી
રાજપીપળાના બજારમાં ખારેકી બોર અને એપલ બોરનું પણ ધુમ વેચાણ થયુ હતુ. ઉતરાણને દીવસે બાહમણોને
શેરડી, તલના લાડુ અને અન્ય વસ્ત્રદાનનો પણ મહીમા હોવાથી ગાયને તલના લાડુ. ઉપરાંત ઘુઘરા અને ઘાસ
ખવડાવી લોકોએ દાન પોણ્ય પણ કર્યુ હતુ. ઉતરાણના દીવસે નર્મદા નાનનુપણવિશેષ ધાર્મિક મહત્વ હોવાથી
નર્મદામાં લાખો લોકો નર્મદા સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી
* *
ક
નર્મદા જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ઉતરાણના પર્વે આદિવાસીઓમા મામા દ્વારા ભાણેજને શેરડીદાનમા
આપવાનો અનોખો રિવાજહોવાથી રાજપીપળા ખાતે ટન બંધી અને ટ્રક બંધી શેરડીનો ઢગલો નવો માલ બજારમાં
ખડકાયો હતો.આદિવાસીઓમાં એવી માન્યતા છે કે મામા દ્વારા ભાણેજ ને શેરડી દાનમાં આપવાથી પૂણ્ય પ્રાપ્ત
થાય છે અને ઘરમાં બરકત રહે છે તેથી મોટી સંખ્યામાં આદીવાસીઆએ શેરડીખરીદી હતી. અને ભાણેજને શેરડી
દાન કરી હતી
તસવીર:જયોતિ જગતાપ,રાજપીપળા