થલતેજ આંબલીવાસમાં કરોડો રૂપિયાની જમીન બોગસ મંડળી બનાવી પચાવી પાડનાર પોપ્યુલરના બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટ ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.

બન્ને પક્ષની સુનાવણી પૂર્ણ, સેશન્સ કોર્ટ 15મીએ ચુકાદો આપશે

થલતેજ આંબલીવાસમાં કરોડો રૂપિયાની જમીન બોગસ મંડળી બનાવી પચાવી પાડનાર પોપ્યુલરના બિલ્ડર રમણ પટેલની સોલા પોલીસે વધુ એક કેસમાં ટ્રાન્સફર વોરંટ ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે, નીચલી કોર્ટે તેમના રિમાન્ડ ફગાવી દઇ જેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. જેની સામે સોલા પોલીસે રિમાન્ડ રિવિઝન અરજી કરી હતી. જેમાં આજે સુનાવણી પૂર્ણ થતા સેશન્સ કોર્ટે ચુકાદો 15મીના રોજ આપવા આદેશ કર્યો છે.